પ્રાંચી-મહોબ્બતપરા રોડ પર વૈકલ્પિક રૂટ અંગે કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ - At This Time

પ્રાંચી-મહોબ્બતપરા રોડ પર વૈકલ્પિક રૂટ અંગે કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ


ગીર સોમનાથ તા.૧૮: પ્રાંચી-મહોબ્બતપરા રોડ પર પ્રાંચી સેકશન નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના સી.સી રોડનું કામ શરૂ છે. રસ્તામાં કુલ ૦૭.૦૦ મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી કરવાની થતી હોવાથી રસ્તો લોકોની અવરજવર માટે બંધ કરી વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર પ્રાંચી-મહોબ્બતપરા રોડ પર પ્રાંચી સેકશન નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીનો રોડ સંપૂર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર માટે નીચે બે વૈકલ્પીક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ વૈકલ્પિક રૂટ અનુસાર માધવરાય મંદિરે જવા માટે નેશનલ હાઈવેથી મોક્ષ પીપળા જતો રોડ તેમજ માધવરાય મંદિર તથા મહોબ્બતપરા જવા માટે ડાયવર્ઝન રસ્તો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૦૮/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image