રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં આજથી લાઈવ સ્કેચ અને ચિત્ર પ્રદર્શન - At This Time

રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં આજથી લાઈવ સ્કેચ અને ચિત્ર પ્રદર્શન


આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની અનોખી ઉજવણી

રાજકોટના વોટસન મ્યુઝિયમ દ્વારા અાજે આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિવસ નિમિત્તે તા. 18થી 20 મે સુધી વિશેષ ઉજવણી કરાશે. જે નિમિત્તે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, મ્યુઝિયમ ખાતે સવારે 9 કલાકે, લાઇવ પોટ્રેટ ક્લબના કલાકારો દ્વારા લાઈવ સ્કેચના રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તૈયાર થયેલા સ્કેચ અને કલાકારોના અન્ય સ્કેચ, ચિત્રોનું પ્રદર્શન તા.18મી મેથી 20મી મે સુધી ગોઠવવામાં આવશે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાંજે ચાર કલાકે મ્યુઝિયમની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે. કલાપ્રિય જનતાને આ કાર્યક્રમોનો લાભ લેવા મ્યુઝિયમ ક્યુરેટર એસ.એન. રામાનુજ દ્વારા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.