આજે તા. ૯/૧૧ ના રોજ રેલ્વે RPF ના IG (PCSC) અજયકુમાર સેદાની વેરાવળ અને સોમનાથ ની મુલાકાતે અને ચેકીંગ માં આવ્યા હતા.
આજે તા. ૯/૧૧ ના રોજ રેલ્વે RPF ના IG (PCSC) અજયકુમાર સેદાની વેરાવળ અને સોમનાથ ની મુલાકાતે અને ચેકીંગ માં આવ્યા હતા.
વેરાવળ સ્ટેશન કમિટી ના અધ્યક્ષ મુકેશ ચોલેરા, લાલચંદ પરશુરામ અને ભાવનગર ડીવીજન રેલ્વે ઉપભોગતા કમિટી (DRUCC) મેમ્બર અનીસ રાચ્છ અને આગેવાનો એ IG અજય કુમાર નું વેરાવળ - સોમનાથ ખાતે સ્વાગત કરી સ્મૃતિ ચિન્હ ભેટ કર્યું હતું.
તેમજ વેરાવળ સ્ટેશન ના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અને સુખદ નિરાકરણ માટે અપીલ કરી હતી.
- વેરાવળ સ્ટેશન પર દ્વિચક્રિય વાહનો નું પાર્કિંગ આધિકારીક ફાળવાય નહીં, ત્યાં સુધી યાત્રિકો ને પરેશાન નુ કરાય, અને કાયમી પાર્કિંગ સુધી RPF યાત્રિકો ને સહકાર આપે..
- વેરાવળ સ્ટેશન પર આવારા તત્વો ની આવન જાવન પર રોક લગાવવી..
- વેરાવળ થી ઉપાડતી દરેક ગાડી માં RPF ફાળવવા..
- વેરાવળ થી ઉપડતી ચાર ગાડી માં સાઈડ પેન્ટ્રી IRCTC દ્વારા આપેલ છે. તેમાં નિયત કરતાં વધુ ભાવ લેવાતો હોય તેમજ ભોજન ની ગુણવત્તા અને કોન્ટીટી અંગે ની ફરિયાદ મળે છે. તપાસ કરવી..
વિશેષ પણ સામાન્ય ચર્ચાઓ થઈ, જેમાં ભાવનગર ના ASC અને વેરાવળ સ્ટેશન માસ્ટર પણ ઉપસ્થિત હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.