જાદર ગામે ચોરી થયેલો મોબાઇલ આખરે મળી આવ્યો - At This Time

જાદર ગામે ચોરી થયેલો મોબાઇલ આખરે મળી આવ્યો


સાબરકાંઠા  જીલ્લા એલ.સી.બી.એ જાદર ગામમાં થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી પાસેથી ચોરી કરેલો મોબાઈલ કિંમત રુ ૧૨,૯૯૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે. મોબાઇલ વેચવા માટે ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. એલ.સી.બી.પી.આઈ., એસ.એન.કરંગીયા અને તેમની ટીમે તપાસ શરૂ  કરી હતી જેમાં એલ.સી.બી.ની  ટીમને બાતમી મળી હતી કે હિંમતનગરમાંથી પસાર થઈ રહેલ ઈસમ પાસે તે પાસે ચોરી કરેલો મોબાઈલ છે જેથી પોલીસે તે ઇસમને પૂછપરછ કરતાં તેનુ નામ અમરસિંહ રજૂસિંહ કાળાજી પ૨મા૨ (મૂળ રહે.કડોદરી, તા.હિંમતનગર) હોવાનું જણાવ્યું છે.અને તેની પાસેથી ચોરી કરેલો મોબાઈલ મળતાં જાદર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા અંબે માતાના મંદિર પાસેથી ફોનની ચોરી કરી હિંમતનગર ના મહેતાપુરા ચાર રસ્તા પાસે તે વેચવાની ફિરાકમાં હતો તે સમયે એલ.સી.બી.ની ટીમે ત્રાટકી તેની પૂછપરછ કરતાં મોબાઈલ ચોરી કર્યાનું કબુલી લીધુ હતુ.

રિપોર્ટર સદ્દામ મનસુરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.