જામનગર : જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા - At This Time

જામનગર : જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા


જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ક્રાઈમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે જેમાં જીજી હોસ્પિટલની અંદર ક્ષત્રિય યુવાનની હત્યા કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગરમાં હત્યાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એક યુવાનની હત્યા જી.જી હોસ્પિટલમાં થતા ચકચાર મચી જવા પામી છે. જી.જી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા ત્યારે સારવાર મળે તે પહેલા જ યુવાને દમ તોડયો હતો અને અન્ય એક યુવાન ધાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જી.જી.હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક ધર્મરાજસિંહ સુરૂભા ઝાલા નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જુની આદાવતમાં યુવાનની હત્યા થઇ હોવાનું કારણ હાલ સામે આવી રહ્યું છે. યુવાનનું લોહીથી લોથપોથ હાલતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે ઘટનાની જાણ થતા DYSP સહિતનો સીટી-બી પોલીસ કાફલો દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી .


7874625298
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.