તા.૦૯ એપ્રિલે બોટાદ જિલ્લાના ૪૬ કેન્દ્રો ખાતે જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું - At This Time

તા.૦૯ એપ્રિલે બોટાદ જિલ્લાના ૪૬ કેન્દ્રો ખાતે જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું


તા.૦૯ એપ્રિલે બોટાદ જિલ્લાના ૪૬ કેન્દ્રો ખાતે જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

આગામી તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના કુલ-૪૬ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ આગામી તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૩૦ થી ૦૧:૩૦ કલાક (કુલ સમય ૧ કલાક) દરમિયાન બોટાદ જિલ્લાના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના કુલ-૪૬ પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રતિબંધો ફરમાવ્યાં છે.

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ કરવા પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યાં છે.

સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.