શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે સુદર્શન નો ૭૭ મો નેત્રજ્ઞન સપન્ન - At This Time

શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે સુદર્શન નો ૭૭ મો નેત્રજ્ઞન સપન્ન


શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે સુદર્શન નો ૭૭ મો નેત્રજ્ઞન સપન્ન

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ખાતે રમાબેન અનિલભાઈ પારેખ પરીવાર મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ કલબ ઓફ અમરેલી શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિના મુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો જેમાં આંખના રોગ જેવાકે મોતિયો,ઝામર,વેલ, પરવાળા,ત્રાંસી આંખ તથા આંખના કીકી,પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોકટર દ્વારા કરાય આ કેમ્પમાં મોતિયાના ટાંકા વગરનાં ઓપરેશન કરી નેત્રમણી વિના મુલ્યે બેસાડી દેવામા આવનાર છે મોતિયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને તે જ દિવસે સુદર્શન નેત્રાલય, અમરેલીમાં દાખલ આવ્યા મોતિયાના ઓપરેશન માટે દાખલ થનાર માત્ર દર્દી માટે દવાઓ, આવવા-જવાની, રહેવાની, જમવાની, કાળા ચશ્મા સુદર્શન નેત્રાલય તરફથી વ્યવસ્થા કરી આપવામાં આવશે આંખના નજીક તથા દૂરના નંબરની તપાસ કરી આપતા આ કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહતભાવે ચશ્મા બનાવી આપવામાં આવતા હતા નેત્રજ્ઞન માં પ્રોજેકટ ચેરમેન નિલેશભાઇ ભીલ લા.વિનોદભાઈ આદ્રોજા લા.જયેશભાઈ પડયા લા. સાહસ ઉપાધ્યાય લા. અશ્વિનભાઈ ડોડીયા લા. ભદ્રેશસિંહ પરમાર (સેક્રેટરી) લા.મનોજભાઈ કાનાણી (પ્રમુખ) લા.સાહસ ઉપાધ્યાય (ખજાનચી)લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) સુદર્શન નેત્રાલયમાં નેત્રચિકિત્સા સહાયકો નર્સો સહિત મંદિર પ્રશાસન ટ્રસ્ટ નાં સ્વયંમ સેવકો એ સેવા આપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.