લખતર ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 મી ઓગસ્ટના જિલ્લાકક્ષાના તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ગ્રામ પંચાયત સુસુપ્ત અવસ્થામાં - At This Time

લખતર ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 મી ઓગસ્ટના જિલ્લાકક્ષાના તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ગ્રામ પંચાયત સુસુપ્ત અવસ્થામાં


લખતર ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 મી ઓગસ્ટના જિલ્લાકક્ષાના તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ગ્રામ પંચાયત સુસુપ્ત અવસ્થામાં લખતર ગામના મુખ્ય મંદિર સહિત લખતર ગામની અનેક જગ્યાએ લાઈટ બંધસુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા કલેકટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લાના પીડબ્લ્યુડી પીજીવીસીએલ વિભાગ દ્વારા વાયરિંગ બાવળ કટિંગ સહિત સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બિલ ભરેલ નહોય એક કરોડ જેટલું લાઈટ બિલ ચડી ગયુ છે સાથે અનેક લખતર ગામ સહિત અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે ત્યારે લખતર ગામ સહિત પરા વિસ્તારમાં દરરોજ જુદીજુદી જાતિના ઝેરી સર્પ નીકળી રહ્યા છે જુદાજુદા રેસ્ક્યુઅર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે છતાં જેની સામે ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ કરી તપાસની માંગ કરવામાં આવી રહી છે જેની તપાસ ગોકળગાય ગતિએ થઈ રહી છે સાથે પોતાની પત્નીની જગ્યાએ સહી કરતા હોવાના વિડીયો વાયરલ કરવા સાથે પેન દ્રાઈવ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી રહી છે છતાં તંત્ર ધીમી ગતિએ તપાસ કરી રહ્યુ છે તેવા મહિલા સરપંચના વહીવટદાર પતિ ગામની સ્ટ્રીટ લાઈટ રીપેર કરાવતા નથી હાલ 15 ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણીને 12 દિવસ બાકી રહ્યા છે તેમછતાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવતી નહિ હોય ગામ તથા પરા વિસ્તારમાં રોષ ભભૂકી રહ્યો છે આ રોષ ગમે ત્યારે દાવાનળનું સ્વરૂપ લઈલે તે કહી શકાય તેમ નથી આથી તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.