વડનગર ખાતે હેરિટેજ વોક ગાઈડીંગ માટે વિશેષ તાલિમ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર ખાતે હેરિટેજ વોક ગાઈડીંગ માટે વિશેષ તાલિમ કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર ખાતે હેરિટેજ વોક ગાઈડીંગ માટે વિશેષ તાલિમ કાર્યક્રમ યોજાઈ ગયો .
વડનગર માં કોઈ પણ શહેરનો આત્મા તેના લોકો અને રહેણીકરણી છે, ઐતિહાસિક શહેરને જાણવા અને માણવા ત્યાનાં સ્થાનિક લોકોને જાણવા તેમની જીવનશૈલી માણવી આવશ્યક છે. વળી, કોઈ પણ શહેરમાં પ્રવાસન વિકાસ થાય પણ જ્યાર સુધી લોકજોડાણ ન હોય ત્યાં સુધી એ પ્રવાસન ટકાઉ ન બને. આ કાર્યમાં હેરિટેજ વોક ખુબ જ ઉપયોગી નીવડે છે. થોડા સમયમાં કોઈ પણ શહેરને જાણવું અને સમગ્ર શહેરની ઐતિહાસિકતા અને સાંસ્કૃતિકતાને સમજવામાં હેરિટેજ વોક સહયોગી બને છે. વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હેરિટેજ વોક રૂટ ડિઝાઈન કરવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે ગત્ત ૨૨થી ૨૩ ડીસેમ્બર ૨૦૨૩ દરમ્યાન વિવિધ ગાઈડને હેરિટેજ વોક કઈ રીતે કરાવવી અને તે થકી કઈ રીતે બહારથી આવતા પ્રવાસીઓને વડનગરનાં સ્થાનિક લોકો સાથે જોડી શકીએ તેની સમજ આપવામાં આવી. અમદાવાદ અને ગાંધીનગરમાંથી હેરિટેજ માટે કાર્યરત વિવિધ નિષ્ણાંતો દ્વારા આ વોક ગાઈડ તાલીમ આપવામાં આવી હતી. આગામી સમયમાં આ વડનગર હેરિટેજ વોક જનસમૂહ માટે પ્રવાસન દ્રષ્ટિએ ખુલ્લું મુકવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.