ગિરનારની ગોદમાં ભારતી આશ્રમમાં ‘ભારત રક્ષા મંચ’ આયોજિત એક દિવસીય પ્રશિક્ષણ શિબિર સંપન્ન
ગિરનારની ગોદમાં ભારતી આશ્રમમાં 'ભારત રક્ષા મંચ' આયોજિત એક દિવસીય પ્રશિક્ષણ શિબિર સંપન્ન*
જુનાગઢ ગિરનારની ગિરિ કંદરાઓ જ્યાં ૬૪ જોગણીઓ અને બાવન વીરના બેસણા છે. અને સંતોની તપોભૂમિ એવી પવિત્ર જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં એક પવિત્ર સંત બ્રહ્મલીન પૂ. ભારતીબાપુનું તપ, યોગ અને તપશ્ચર્યાના પરિણામે ભારતી આશ્રમ આજ પણ મહેકે છે. તા.૧૩-૭-૨૦૨૩ ના રોજ ભારતી આશ્રમમાં ભારત રક્ષા મંચના આયોજકો દ્વારા ધર્મના ક્રાંતિકારી વિચારોના પ્રચાર, પ્રસાર અને માનવ માનવમાં હિન્દુત્વ જગાડવાના શુભ પ્રયોજન સાથે એક દિવસીય શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ આશ્રમના ધરોહર એવા ગુરુદેવ પૂ. સ્વામીશ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ ના અધ્યક્ષ સ્થાને કાર્ય શિબિરનું આયોજન થયેલ. પૂ.હરીહરાનંદ ભારતીબાપુની નાદુરસ્ત તબિયત હોવા છતાં, ભારત રક્ષા મંચ પ્રાંતના પ્રમુખ શ્રી ઇલેવાન ઠાકર તથા આશ્રમના લઘુ મહંત પૂ. મહાદેવભારતીબાપુના ટેકાના સહારે પૂ.બાપુ ધર્મસભાના સ્થાન ઉપર પધારેલ. ત્યારે ભારત રક્ષા મંચના તમામ કાર્યકર્તાઓએ સ્થાન ઉપર ઉભા થઈ પૂ.બાપુને સન્માન આપેલ. પૂ.બાપુ તથા ધર્મ રક્ષા મંચના હોદ્દેદારોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરવામાં આવેલ. પ્રથમ શ્રી ભગવાન ઝા એ ભારત રક્ષા મંચ વર્ગ ગીતનું મધુર કંઠે સમૂહગાન કરાવી ભારત માતાકી જય, વંદે માતરમ, જય શ્રી રામના ગગન ભેદી નાદ સાથે કાર્યકર્તાઓમાં જોમ અને ઉત્સાહ વધારેલ. પ્રથમ પ્રાંત પ્રમુખ ઇલેવાન ઠાકરે ઉપસ્થિત સંતવૃંદ, મંચસ્થ મહાનુભવો તથા કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ પૂ.હરિહરાનંદ ભારતીબાપુ તથા આશ્રમના મુખ્ય માર્ગદર્શક લઘુ મહંત પૂ.મહાદેવ ભારતીબાપુને કેસરી ખેસ તથા પુષ્પ અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. બાદ મંચસ્થ મહાનુભવોને કેસરિયા ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવેલ.
આજરોજ પૂ.હરિહરાનંદ ભારતીબાપુને મૌન હોવા છતાં, ધર્મને કાજે ઉપસ્થિત ધર્મ રક્ષા મંચના કાર્યકરોમાં હિન્દુત્વ ભાવના જગાડવા શ્લોકના ગાન સાથે આશીર્વચન પાઠવતાં જણાવેલ કે ભવનાથ તળેટી તો તપની ભૂમિ છે. હિન્દુ ધર્મને ટકાવવા તથા વિધર્મીઓને ડામવા માટેનું આ એક જબરજસ્ત પ્લેટફોર્મ છે. ધર્મની ધજાને ફરકતી રાખવામાં અને હિંદુત્વનું રક્ષણ કરવાને કાજે કાર્ય કરવા ઉપસ્થિત કાર્યકર્તાઓને અનુરોધ કરેલ. વધુમાં પૂ. બાપુએ આપણા દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજેલ પનોતા પુત્ર એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરી જણાવેલ કે આ વિરલ વ્યક્તિ હિન્દુત્વની વિચારધારાને અનુસરી હિન્દુ ધર્મ વિરોધી કલમો દૂર કરી કામયાબી મેળવેલ. વિશેષ આધ્યાત્મિક બાબતો ઉપર વિસ્તૃત છણાવટ કરેલ. બાદ ભારત રક્ષા મંત્રના પદાધિકારીઓએ પૂ.બાપુની અનુમતિ લઈ આશ્રમના લઘુ મહંત પૂ.મહાદેવભારતીબાપુને આ ધર્મ રક્ષા મંચના જૂનાગઢ જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સોંપેલ, ત્યારે પૂ.હરિહરાનંદબાપુએ રાજીપો વ્યક્ત કરેલ.
ત્યારબાદ ભગવાન ઝા તથા પ્રશાંત કોટવાલજી એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે સમાજમાં હિન્દુત્વનું કાર્ય કરવા એક જૂથ બનીએ કારણ આપણે ભારત માતાના સંતાનો છીએ. એટલે ભારતીય કહેવાઈએ છીએ. તમામ કાર્યકરોએ ટીમવર્ક સાથે જન જન સુધી હિન્દુ ધર્મના વિચારો પહોંચાડવાના છે. બાદ ચિત્રાબેન સોલંકી તથા દમયંતીબેન રાઠોડ એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે હિન્દુ સમાજ આપણો પરિવાર છે. ખભે ખભા મિલાવી એક રૂપ બની અન્યાય સામે અવાજ ઉઠાવીએ. પૂ.મહાદેવભારતીબાપુએ જણાવેલ કે જે આપણી રક્ષા કરે છે. તેની આપણે રક્ષા કરવી જોઈએ. વિદ્રોહી, અસામાજિક તત્વો, વિધર્મીઓથી દેશને કઈ રીતે બચાવવો તેની વિસ્તૃત માહિતી આપી.
ત્યારબાદ બપોરના ભોજન પ્રસાદ ગ્રહણ કરી પછીના બીજા સેશનમાં આજના શિબિરના મુખ્ય પ્રવક્તા ભગવાન ઝા તથા પ્રશાંત કોટવાલજી એ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોના બે ગ્રુપ બનાવી અલગ અલગ તાસ લીધેલ. જેમાં સંગઠનની રચના, ભારત રક્ષા મંચના કાર્યકરોની કામગીરી, કાર્યકરોની ફરજો વિશે પ્રશ્નાવલી સાથે ચર્ચાઓ યોજેલ. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પ્રાંત પ્રમુખ ઇલેવાન ઠાકરનું સતત બંને વર્ગમાં મોનિટરિંગ ચાલુ હતું. બાદ પ્રાંત પ્રમુખ ઇલેવાનભાઈ ઠાકરે જુનાગઢ જિલ્લા કક્ષાએ સોંપવામાં આવેલ કાર્યકર્તાઓની કામગીરી ડિક્લેર કરી સૌને મંચસ્થ પર આવકારેલ.
ઉપરોક્ત પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત કાર્યકરો જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શિતલબેન તન્ના, વિસાવદર વરિષ્ઠ પત્રકાર કિસાનરાજ જુનાગઢ જિલ્લા બ્યુરો ચીફ સી.વી.જોશી, મનોહરસિંહ મોરી, જી.વી.જોશી, પ્રતાપભાઈ બારડ, ગીતાબેન મહેતા તથા બહોળી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જેઠાભાઇ ઓડેદરાએ કરેલ. બાદ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી મનોજભાઈ પોપટ એ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યા બાદ પ્રશાંત કોટવાલજીએ સમાપન મંત્ર બોલાવી ભારત માતાકી જય, વંદે માતરમના નારાઓ સાથે કાર્યક્રમ સંપન્ન જાહેર થયેલ
રિપોર્ટ સીવીજોશી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.