બોટાદ શહેરમાં આધાર કેન્દ્રના ધાંધીયા લોકોને પડી રહી છે હાલાકી
બોટાદ શહેરમાં આધાર કેન્દ્રના ધાંધીયા લોકોને પડી રહી છે હાલાકી
ભારત દેશમા આજના સમયમાં આધાર કાર્ડની હરેક નાગરિકને જરૂર હોય છે દરેક સરકારી કામકાજ પર આધાર કાર્ડની પ્રથમવાર જરૂર પડે છે ત્યારે બોટાદ શહેરના આધાર કેન્દ્ર જાણે સુમસામ પડ્યા હોય તેમ ખંડેર થયને પડ્યા છે એનો મતલબ એવો નથી કે હવે કોઈ ને આધાર કાર્ડ કઢાવવાના નથી,છે પંરતુ લોકો આધાર કેન્દ્ર પર જઈને કે મારે નવુ આધાર કાર્ડ કઢાવવાનું છે તો ત્યાંથી એવો જવાબ આવે કે આજે સર્વર ડાઉન છે કાલે આવજો કાલે જાય તો એમ કહેવામાં આવે કે આજે વેબસાઈટ બંધ છે કાલે આવજો.કાલે જાય તો એમ કહેવામાં આવે કે હવે ચૂંટણીના હિસાબે વેબસાઇડ બંધ કરી દીધી છે મહીના પછી આવજો.અરે.ભાઈ ચુંટણીના હિસાબે તો વેબસાઇટ ચાલું હોવી જોઇએ તમે બંધ કરવાની કયા કરોછો,અને આવા જવાબ સાંભળી સાંભળીને બીચારો અભણ ખેડુ માણસ થાકી થાકી ને કંટાળી જાય છે,અને અંતે બચારો નારાજગી વ્યક્ત કરી પોતાના ધરે પરત ફરે છે,ત્યારે પેલા નથી ખબર હોતી કે આ માણસને આધારકાર્ડની કેટલી જરૂર છે તેનુ કોઈ પણ કાર્ય આધાર વગર થતુ નથી ત્યારે બોટાદ શહેરના ઉચ્ચ અધિકારીઓને અમારા આ અહેવાલથી વિનંતી કરી છીયે કે તમારામાં જરાપણ માણસાય જેવી સેન્સ હોય તો તમારી ઓફીસની બહાર નીકળો અને આધાર કેન્દ્રની મુલાકાત કરો એટલે તમને ખબર પડે કે લોકો કેટલા હેરાન પરેશાન થાય છે મુલાકાત કરી કેન્દ્રના કર્મચારીઓને તમારા અધિકાર પ્રમાણે કાર્યવાહી કરો અને આવા ધાંધીયા બંધ કરાવી નવા આધાર કાર્ડ કઢાવવાની કામગીરી શરૂ કરાવો.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.