વિરણીયા પ્રાથમિક શાળાના ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ અંતર્ગત શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ - At This Time

વિરણીયા પ્રાથમિક શાળાના ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ અંતર્ગત શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ


રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

જે અંતર્ગત આજ રોજ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ લુણાવાડા તાલુકાના વિરણીયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને ભણતરની સાથે ખેલ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને શાળાના બાળકો દ્વારા શાળા અને ગ્રામ્ય કક્ષાએ u-૯ માં ૩૦ મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, u-૧૧ માં ૫૦ મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને u-૧૪ માં કબડ્ડી અને ખો- ખો રમતોમાં ભાગ લીધો હતો જેને કલેકટરશ્રીએ નિહાળી હતી.

જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત આજ રોજ અને આવતી કાલ જિલ્લામાં રજીસ્ટર થયેલ દરેક શાળાઓ ખાતે શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાશે અને આ સ્પર્ધામાં સિલેક્ટ થઈ બાળકો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી આગળ જઈ જિલ્લાનું અને ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી હર્ષાબેન, ગામના સરપંચશ્રી સહિત શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.