મૌન રહીને પણ મનમોહન સિંહે દેશના અર્થતંત્રને ધબકતું રાખ્યું તેવા દેશના પૂર્વ પ્રધાન મંત્રીજીને જસદણ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરાય : મૌનમાં શું તાકાત છે તે મોહનસિંહે દેશને શીખવ્યું
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેર તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા માજી વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરેલો. સતત દસ વર્ષ સુધી યુપીએ કોંગ્રેસ સરકારના વડાપ્રધાન રહી મૃદુ અને મક્કમતાથી કામગીરી કરેલ તેવા દેશના અર્થતંત્રને ધબકતું કરેલ તેવા અર્થશાસ્ત્રી અને સરળ વ્યક્તિત્વ એવા આરબીઆઈ ગવર્નર રહી ચૂકેલ દેશના નાણાપ્રધાન રહી ચૂકેલા સરળ સ્વાભાવી મૌન રહીને પણ મક્કમતાથી કામ કર્યું મૌનની તાકાત શું છે તે સાબિત અને સાર્થક કરી બતાવ્યું તેવા ડોક્ટર મનમોહનસિંહજીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુરુમુ, સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નઠઠાજી, ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાજી સહિત દેશભર મહાનુભાવો એમ શ્રદ્ધાંજલિ પાઠવી અને સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેવા આદરણીય પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહન સિંહજી ને ભાવાંજલિ પાઠવવા જસદણ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં બોહળી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહેલ હતા. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગીડા તથા તાલુકા પંચાયતના રણજીતભાઈ ગોહિલ, પાલિકાના વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ વોરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેશભાઈ તથા કારોબારી ચેરમેન રામજીભાઈ, પાલિકાના પૂર્વ સદસ્ય અને કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણી સહિતના કોંગ્રેસના કાર્યકરોઍ હાજરી આપીને ડોક્ટર મનમોહન સિંહ ને વિનંમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શોકની લાગણી વ્યક્ત કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.