કમોસમી વરસાદને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ દ્વારા જાહેરાત કરવામાં આવી - At This Time

કમોસમી વરસાદને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ દ્વારા જાહેરાત કરવામાં આવી


શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં હવામાન ખાતાની આગાહી મુજબ તા:૨૪/૧૧/૨૦૨૩ થી તા:૨૮/૧૧/૨૦૨૩ સુધી કમોસમી વરસાદ(માવઠા) થવાની આગાહી હોવાથી દરેક ખેતપેદાશ માલ શેડમાજ ઉતારવાનો રહેશે. અને દરેક ખેતપેદાશ માલને તાલપત્રી ઢાંકીને અને ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવાનો રહેશે. જેથી માલને નુકશાન ન થાય. ખેતપેદાશ માલ માર્કેટયાર્ડના શેડમાં જ્યાં સુધી જ્ગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે. તા:૨૪/૧૧/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ બપોરના ૧૧ વાગ્યા સુધી જ આવક ઉતારવા દેવામાં આવશે. ત્યારબાદ તા:૨૫/૧૧/૨૦૨૩ ને શનિવાર ના રોજ દરેક ખેતપેદાશ માલ સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા સુધી જ શેડમાં જ્ગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે તેમજ તા:૨૬/૧૧/૨૦૨૩ ને રવિવારના રોજ કોઈપણ ખેતપેદાશ માલ માર્કેટયાર્ડ માં ઉતારવા દેવામાં આવશે નહીં. અને તા:૨૭/૧૧/૨૦૨૩ ને સોમવારથી તા:૨૮/૧૧/૨૦૨૩ ને મંગળવાર ના રોજ દરેક ખેતપેદાશ માલ સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા સુધી જ શેડમાં જ્ગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે. વધુમાં જણાવ્યુ હતું કે દરેક કમિશનએજન્ટ ભાઈઓને ખાસ સૂચના કે દરેક ખેડૂતભાઈઓને માલ ઢાંકવાની અને માલને ઢાંકીને લાવવાની જાણ દરેક કમિશનએજન્ટ ભાઈઓએ પોતપોતાના ખેડૂતભાઈઓને કરી આપવા વિનંતી.(૨)તા:૨૪/૧૧/૨૦૨૩ થી તા:૨૮/૧૧/૨૦૨૩ સુધી કોઈએ ખેતપેદાશ માલ ખુલ્લામાં ઉતારવાનો રહેશે નહિ. જેની ખાસ નોંધ લેવી. (3) તા:૨૪/૧૧/૨૦૨૩ થી તા:૨૮/૧૧/૨૦૨૩ સુધી હરરાજી શેડમાજ લેવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.