લીંબડી બસ સ્ટેન્ડમાં કંડકટરે વિદ્યાર્થીને માર માર્યાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી - At This Time

લીંબડી બસ સ્ટેન્ડમાં કંડકટરે વિદ્યાર્થીને માર માર્યાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી


પાસની ટિકિટ માગતા કંડકટરે માર માર્યો હોવાનો વિદ્યાર્થીનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડકટર દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે પાસની ટિકિટ માગતા કંડકટરે માર માર્યો હોવાનો વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે મારામારીમાં વિદ્યાર્થીના માથાના અને મોઢાના ભાગે ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ અંગે મળતી માહિતી મુજબ લીંબડી બસ સ્ટેન્ડમાં ધંધુકા લિંબડી મોરબી રૂટની એસટી બસના પદુભા નામના કંડકટર દ્વારા મોહિન ફિરોઝભાઈ નામના 19 વર્ષીય વિદ્યાર્થીએ ઢોર માર મારવામાં આવ્યો છે વિદ્યાર્થીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હું બસમાં મુસાફરી કરતો હતો ત્યારે મારે પદુભા નામના કંડક્ટર સાથે લપ થઇ હતી મારી પાછળથી કોઇક બે રુપિયા માટે બોલ્યું તો એ મારી પર ઉશ્કેરાયા અને મને ગાળો આપી હતી આ અંગે વિદ્યાર્થી મોહીન ફિરોજભાઈએ જણાવ્યું કે હું કાલે સવારે બસમાં સુરેન્દ્રનગર મુસાફરી કરતો હતો ત્યારે ઉપાસના સર્કલ પાસે ઉતરવા જતો હતો ત્યારે મારે કંડકટર પદુભા સાથે થોડીક માથાકૂટ થઇ હતી એમાં મારો કોઈ વાંક નહોતો પાછળથી કોઈ બોલ્યું હશે કે, મારા બે રૂ. બાકી છે એમાં એ ઉશકેરાઈ ગયેલા અને મને ગાળો દીધી હતી ત્યારે મે એમને શાંતિથી સમજાવ્યા હતા પણ એ ના માન્યા એમણે કાલે મને ગાળો દીધી હતી અને ધમકી આપી હતી કાલે તો અમારે ઝગડો પતી ગયો હતો આજે સવારે અમે જેવા બસ સ્ટેન્ડ ખાતે આવ્યા તો એમણે મને કહ્યું કે તુ બસમાં ચડતો નહી નહીતો તને હેરાન કરી મારા બીજા બે ભાઇબંધોને ધમકી આપી હતી અને અમે જેવા બસમાં બેઠા તો મે એમની પાસે પાસની ટિકિટ માંગી તો એમણે મને ગાળો આપી અને કીધું કે તુ શાંતિથી બેસી જ નહીં તો એમ કરીને મને ગાળ બોલી હું બસની સીટ ઉપર જેવો ઉભો થયો તો એમણે મને છાતીમાં પાટુ મારવાની સાથે પાંચથી છ વખત માથામાં પંચ માર્યું હતું લીંબડી બસ સ્ટેન્ડમાં એમણે મારી પાસેથી દબાણમાં લખાવડાવ્યું કે, આ ભૂલથી થઇ ગયું છે, અને અમે સમાધાન કરીએ છીએ અને પદુભાએ એમાં લખવડાવ્યું કે આમાં મારો કોઈ વાંક નથી અને મારી ઉપર ખોટા આરોપ લગાવ્યા હતા અને બાદમાં અમે દવાખાને જતા રહ્યાં હતા અને હાલ અમે સુરેન્દ્રનગર સીટી સ્કેન કરાવવા માટે જઈએ છીએ આ અંગે લીંબડી પીએસઆઇ બી કે મારૂડાએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે સુરેન્દ્રનગર કે લીંબડીથી એમએલસી હજી સુધી મારી પાસે આવી નથી કે કોઈ ફરિયાદ કરવા પણ આવ્યું નથી પણ આવો કોઈ બનાવ બન્યો હોવાનું મને જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.