નવા થોરાળા અને ગંજીવાડામાં વધુ પાંચ મકાનના નળ જોડાણ કટ્ટ : આજે વધુ 17 મિલ્કતને સીલ મારી દેવાયા
મહાપાલિકાની વેરા વસુલાત શાખાની ટીમ દ્વારા આજે વધુ 17 મિલ્કતને સીલ મારવામાં આવ્યા છે તો વધુ પાંચ રહેણાંક મકાનના નળ કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
ઇસ્ટ ઝોનના વોર્ડ નં.15માં આજે નવા થોરાળા વિસ્તારમાં 3 અને ગંજીવાડા વિસ્તારમાં બે મકાનના નળ કનેકશન કાપવામાં આવતા રૂા. 1.45 લાખની આવક થઇ હતી. આજે વોર્ડ નં.2માં કાશી વિશ્વનાથ પ્લોટમાં બે મિલ્કત સીલ કરાતા સાડા ચાર લાખની આવક થઇ હતી. વોર્ડ નં.3ના ગાયકવાડીમાં 4, બેડીનાકા પાસે કેશવવિલામાં ત્રણ સહિત 9, વોર્ડ નં.4ના કુવાડવા રોડ પર ચાર, વોર્ડ નં.6ના સંતકબીર રોડ પર 4 અને ભાવનગર રોડના બે યુનિટમાં સીલની કાર્યવાહી અને જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી.
વોર્ડ નં.7માં શાસ્ત્રી મેદાન પાસે 3, સુભાષ રોડ પર 6, લીમડા ચોકમાં બે, વિજય પ્લોટમાં બે યુનિટ સીલ કરાયા હતા તો શાસ્ત્રી મેદાન પાસે 3, ગોંડલ રોડ પર 1 નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.8માં નાના મવા રોડ પર બે, વોર્ડ નં.10ના યુનિ. રોડ પર એક, વોર્ડ નં.11ના અંબિકા ટાઉનશીપમાં 4, વોર્ડ નં.14ના બાપુનગરમાં 6 યુનિટને ટાંચ જપ્તી નોટીસ અપાઇ હતી. એકંદરે આજે 17 સીલીંગ, પાંચ નળ કનેકશન કપાત, 36 મિલ્કતને ટાંચ જપ્તી સાથે પ6.36 કરોડની રીકવરી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.