જસદણના ભાડલા ગામે આવેલ ૨૦૦ વર્ષ જુની દરગાહ વાળી જમીન સંદર્ભે થયેલ દાવો રદ - At This Time

જસદણના ભાડલા ગામે આવેલ ૨૦૦ વર્ષ જુની દરગાહ વાળી જમીન સંદર્ભે થયેલ દાવો રદ


સુન્ની મુસ્લીમ સમાજ ટ્રસ્ટ ઠરાવ થકી તથા ભાડલાના પ્રમુખ મેતર યુસુફભાઈ દાઉદભાઈ ધાંચીએ જસદણ તાલુકાના ભાડલા ગામમાં આવેલ ૨૦૦ વર્ષ જુની કુળપીર બાળાપીર સાહેબની દરગાહ વાળી જમીનના માલીક રફીક હબીબ મેતર વિગેરે ઉપર દાવો કરેલ હોય જે દાવો રદ કરવા અંગે નો હુકમ કોર્ટએ ફરમાવેલ છે.

આ કામે હકિકત એવી છે કે, જસદણ ખાતે આવેલ ભાડલા અને આજુબાજુના ગામડામાં રહેતા સમસ્ત મેતર જ્ઞાતી પરીવારના પ્રમુખ તથા સુન્ની મુસ્લીમ ટ્રસ્ટ તરફથી દાવો દાખલ કરવા માટે ઠરાવ પસાર કરેલ હોય અને ઠરવા થકી મેતર યુસુફભાઈ દાઉદભાઈ ધાંચીને ભાડલામાં આવેલ ૨૦૦ વર્ષ જુની કુળપીર બાળાપીર સાહેબની દરગાહ વાળી જમીનમાં દાવો દાખલ કરવા માટે ઠરાવ પસાર કરેલ જેમાં (૧) રફીક હબીબ મેતર (૨) મનસુરાબેન રફીક મેતર (૩) અકીબ રફીક મેતર (૪)ઈકબાલ હબીબ મેતર વિરૂધ્ધ જસદણની કોર્ટમાં દાવો દાખલ કરેલ. જે મુજબ જમીન ના મુળ માલીક પટેલ બાવા હંસરાજના ભાગમાં આવેલ હોય જે જમીનમાં દરગાહ આવેલ હોય જેથી હિન્દુ- મુસ્લીમ જ્ઞાતિનો વિવાદ ન થાય તે માટે જમીનનો દસ્તાવેજ ઉમરભાઈ આદમભાઈ મેતરના ખાતે વર્ષ ૧૯૯૧માં કરવામા આવેલ. રૂ.૨૩૦૦૦ ફાળો કરી ને જમીન વહેંચાણ રાખેલ. ઉમરભાઈ મેતર એક માત્ર ખાતેદાર હોય તેમના નામે જમીન ખરીદ કરેલ.

ખેતીની જમીનમાંથી જે ઉપજ થતી તે દરગાહના કામકાજ માટે વાપરવામાં આવતી. ઉમરભાઈના પત્ની જેનુબેન મેતર નામે વર્ષ ૧૯૯૧માં જમીન ચડાવી દીધેલ. ત્યારે ગામ લોકો તથા વાદીની જ્ઞાતિના લોકોએ વિરોધ કરેલ. હાલ અહીં ઈકબાલભાઈ હબીબભાઈ મેંતર મુંજાવર તરીકે કામ કરે છે. દરગાહે તાળા મારી દેવાતા અને દરગાહે કોઈએ આવવુ નહીં. તેવી વર્તણુક ચાલુ હોય, કોર્ટમાં દાવો થતા પ્રતિવાદીમાં બચાવ માટે એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણીને રાખેલ હોય. જેણે ધારદાર દલીલો કરી હતી. દાવાની તમામ વીગતો, એડવોકેટની દલીલો ધ્યાને લઈ જસદણના સિવિલ જજ વિપુલ અમુતલાલ ઠકકરે વાદીનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં પ્રતિવાદી વતી રાજકોટના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, પ્રદિપ બોરીચા, વિજય સીતાપરા, વિવેક સોજીત્રા, રંજનબા એચ. જાડેજા, સંજય કાટોળીયા તથા જેનીશ સરધારા તથા જે.એમ.લાખાણી રોકાયેલા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.