દહેગામ ની ઝાક જીઆઈડીસી માં SMC ની ટીમે રેઝીન બનાવવા માટે સબસીડીવારા ખાતરનો ઉપયોગ કરનાર કંપની ઝડપી પાડી - At This Time

દહેગામ ની ઝાક જીઆઈડીસી માં SMC ની ટીમે રેઝીન બનાવવા માટે સબસીડીવારા ખાતરનો ઉપયોગ કરનાર કંપની ઝડપી પાડી


દહેગામ ન્યૂઝ : ગુજરાત પોલીસ અને SMC દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગાંધીનગરના દહેગામના કડાદરા ગામના એન્જલ રેજીન્સ કંપનીએ ખેતી માટે ફક્ત ખેડૂતોને આપવામાં આવતો સબસીડી યુરીયા ખાતર કાયદેસર રીતે વિતરણના બદલે ગેરકાયદેસર રીતે અન્ય વ્યાવસાયિકો માટે ઉપયોગ કર્યો હતો.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય (IPS) નાઓએ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતીવાળીમાં ઉપયોગ સારૂ સબસીડીથી આપવામાં આવતુ યુરીયા ખાતર જેનો વિવિધ કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી, સરકારની સબસીડીનો દુરઉપયોગ કરતાં હોય તે અંગે કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જે અન્વયે નિર્લિપ્ત રાય, IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તથા કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બાબતેની કામગીરી કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને કામ સોંપવામાં આવેલ છે.મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, "કડાદરા ગામ ઝાંક જી.આઈ.ડી.સી., તા.દહેગામ, જિ.ગાંધીનગર ખાતે આવેલ એન્જલ રેજીન્સ નામની કંપનીમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયાનો રેઝીન બનાવવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતાં આવેલ છે અને એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ભરેલ ટ્રક રજી.નં-GJ-18-AU-8278 માંથી એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ઉપરોક્ત કંપનીમાં ખાલી કરવાનું કામ ચાલુ છે" જે માહિતી આધારે તા.૨૩/૦૧/૨૦૨૫ના રોજ રેઈડ કરી, "પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરીયોજના" હેઠળનું ભારત સરકારની સબસીડી વાળુ નર્મદા યુરીયા ખાતર ૨૨,૭૬૫ કિલોગ્રામ કિંમત રૂપિયા ૧,૩૪,૭૬૯/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૬,૯૮,૨૬૯/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું હતું.

SMC એ આરોપીઓ ધરપકડ કરી જેમા, (૧) મયુરકુમાર વસંતભાઈ પટેલ (એન્જલ રેજીન્સ કંપનીના સુપરવાઈઝર) (૨) કેતનકુમાર જશુભાઈ પટેલ (એન્જલ રેજીન્સ કંપનીમાં નોકરી) (૩) સંજયકુમાર ધનજીભાઈ ગરાસીયા (એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ખાતર ટ્રકમાં લઈને આવનાર ડ્રાઈવર) તથા વોન્ટેડ આરોપીઓ (૧) સંદિપભાઈ વી.પટેલ (એન્જલ રેજીન્સ કંપનીના માલિક) (૨) એન્જલ રેજીન્સ કંપનીને એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ખાતર આપનાર તથા (૩) ટાટા ટ્રક રજી.નં-GJ-18-AU-8278 ના માલિક તેમજ તપાસમાં મળી આવે તે તમામ વિરૂધ્ધ ગાંધીનગર જિલ્લાના દહેગામ પો.સ્ટે. ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨), ૩૧૬(૫), ૩(૫) તથા ખાતર (અકાર્બનિક, કાર્બનિક અથવા મિશ્ર) નિયંત્રણ હુકમ-૧૯૮૫ ના ખંડ-૨૫(૧) તથા આવશ્યક ચીજવસ્તુ ધારા-૧૯૫૫ ની કલમ-૩,૭ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

ગુનામાં આરોપીઓ દ્રારા "પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરીયોજના" હેઠળ ખેડૂતો માટે ખેતીના ઉપયોગ સારૂ સબસીડી થી આપવામાં આપતાં નર્મદા યુરીયા ખાતર જેની સબસીડી રૂપિયા ૬,૬૦,૧૮૫/-ની સરકારશ્રી તરફથી આપવામાં આવેલ સબસીડીની રકમનું સરકારશ્રીને આર્થિક નુકશાન કરેલ છે જ્યારે ખેડૂતો માટે ખેતીવાળીમાં ઉપયોગ માટે વપરાતુ સરકારશ્રીની સબસીડીવાળુ યુરીયા ખાતર કોમર્શીયલ ઉપયોગ માટે વાપરી પોતાનો રૂપિયા ૧૦ લાખથી વધુનો આર્થિક ફાયદો મેળવેલ છે. આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, "કડાદરા ગામ ઝાંક જી.આઈ.ડી.સી., તા.દહેગામ, જિ.ગાંધીનગર ખાતે આવેલ એન્જલ રેજીન્સ નામની કંપનીમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયાનો રેઝીન બનાવવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતાં આવેલ છે અને એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ભરેલ ટ્રક રજી.નં-GJ-18-AU-8278 માંથી એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ઉપરોક્ત કંપનીમાં ખાલી કરવાનું કામ ચાલુ છે" જે માહિતી આધારે તા.૨૩/૦૧/૨૦૨૫ના રોજ રેઈડ કરી, "પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરીયોજના" હેઠળનું ભારત સરકારની સબસીડી વાળુ નર્મદા યુરીયા ખાતર ૨૨,૭૬૫ કિલોગ્રામ કિંમત રૂપિયા ૧,૩૪,૭૬૯/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૬,૯૮,૨૬૯/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું હતું.

SMC એ આરોપીઓ ધરપકડ કરી જેમા, (૧) મયુરકુમાર વસંતભાઈ પટેલ (એન્જલ રેજીન્સ કંપનીના સુપરવાઈઝર) (૨) કેતનકુમાર જશુભાઈ પટેલ (એન્જલ રેજીન્સ કંપનીમાં નોકરી) (૩) સંજયકુમાર ધનજીભાઈ ગરાસીયા (એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ખાતર ટ્રકમાં લઈને આવનાર ડ્રાઈવર) તથા વોન્ટેડ આરોપીઓ (૧) સંદિપભાઈ વી.પટેલ (એન્જલ રેજીન્સ કંપનીના માલિક) (૨) એન્જલ રેજીન્સ કંપનીને એગ્રીકલ્ચર ગ્રેડ યુરીયા ખાતર આપનાર તથા (૩) ટાટા ટ્રક રજી.નં-GJ-18-AU-8278 ના માલિક તેમજ તપાસમાં મળી આવે તે તમામ વિરૂધ્ધ ગાંધીનગર જિલ્લાના દહેગામ પો.સ્ટે. ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨), ૩૧૬(૫), ૩(૫) તથા ખાતર (અકાર્બનિક, કાર્બનિક અથવા મિશ્ર) નિયંત્રણ હુકમ-૧૯૮૫ ના ખંડ-૨૫(૧) તથા આવશ્યક ચીજવસ્તુ ધારા-૧૯૫૫ ની કલમ-૩,૭ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

ગુનામાં આરોપીઓ દ્રારા "પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરીયોજના" હેઠળ ખેડૂતો માટે ખેતીના ઉપયોગ સારૂ સબસીડી થી આપવામાં આપતાં નર્મદા યુરીયા ખાતર જેની સબસીડી રૂપિયા ૬,૬૦,૧૮૫/-ની સરકારશ્રી તરફથી આપવામાં આવેલ સબસીડીની રકમનું સરકારશ્રીને આર્થિક નુકશાન કરેલ છે જ્યારે ખેડૂતો માટે ખેતીવાળીમાં ઉપયોગ માટે વપરાતુ સરકારશ્રીની સબસીડીવાળુ યુરીયા ખાતર કોમર્શીયલ ઉપયોગ માટે વાપરી પોતાનો રૂપિયા ૧૦ લાખથી વધુનો આર્થિક ફાયદો મેળવેલ છે. આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image