સાણંદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પદયાત્રા યોજાઈ
અમદાવાદના સાણંદ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પદયાત્રા નીકળી
ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર ભારતમાં “આઝાદી કા અમૃત મહોત્સવ" ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોય એવામાં આ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં ભારત સરકારના અધ્યક્ષતા હેઠળની નેશનલ ઇમ્પ્લીમેન્ટેશન કમિટી દ્વારા સ્વતંત્રતા સપ્તાહ દરમયાન "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત સાણંદના તમામ ઘર, દુકાનો,વેપારી ગૃહો,સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવો કાર્યક્રમનો હેતુ હતો
આ પદયાત્રા સવારે મહેસુલ ભવન સાણંદ ખાતેથી પ્રસાદ થઈ હતી ત્યારબાદ રેલીનું સમાપન શેઠ સી.કે.હાઇસ્કુલ સાણંદ ખાતે થયું હતું
આ પદયાત્રામાં સાણંદ તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ,રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને સ્વયંમસેવી સંસ્થાઓ સાથે સામાજિક આગેવાનો સ્કૂલના શિક્ષકો બાળકો અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે વિશાળ જનસંખ્યામાં પદયાત્રા નીકળી હતી
એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.