ધંધુકામાં કર્ણાટકમાં જૈન મુનિની હત્યા ના વિરોધ માં મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ. - At This Time

ધંધુકામાં કર્ણાટકમાં જૈન મુનિની હત્યા ના વિરોધ માં મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં કર્ણાટકમાં જૈન મુનિની હત્યા ના વિરોધ માં મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ.

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના જૈન સમાજ દ્વાર ધંધુકા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
કર્ણાટક ના બેલગામમાં જે જૈન મુનિની હત્યા કરી લાશના કટકા કરી નાખવામાં આવ્યા છે જેનાથી જૈન સમાજમાં ભારે અક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કોઈપણ કારણ વગર નિર્દોષ હત્યા થઈ છે જેના લીધે સમગ્ર જૈન સમાજમાં ભારે શોક ની લાગણી તેમજ અસામાજિક તત્વો તત્વો ની સામે ખૂબ જ આક્રોશ છે અને ધંધુકા શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ આપ શ્રી દ્વારા સરકારશ્રીને નમ્ર વિનંતી કરે છે કે આ ગુનામાં જે પણ ગુનેગાર હોય તેને ફાંસીની સજા આપવામાં આવે અને હવેથી આવી કોઈ ઘટના ન બને અને જૈન મુનિ ની સુરક્ષા જળવાઈ રહે તેના માટે કડક કાયદાઓ બનાવવામાં આવે. અને જો આગામી દિવસોમાં સરકારશ્રી દ્વારા જૈન સમાજના સાધુ - સાઘ્વી ની સુરક્ષા માટે કોઈપણ જાતના કાયદા બનાવવામાં નહીં હવે તો જૈન સમાજ દ્વારા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.