સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું - At This Time

સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું


(કનુભાઈ ખાચર દ્વારા )
લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં પૂજ્યશ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથીજ સમગ્ર ભારત ભરના તમામ પરમ આદરણીય સંતો -મહંતશ્રીઓ અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી તથા વિહળધામ પાળિયાદના પ્રેરક,સંચાલક આદરણીયશ્રી ભયલુબાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યોં છે.
શ્રી સનાતન ધર્મ સંસ્થાન પાળિયાદના શ્રી વિસામણબાપુની જગ્યાનાં મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુને વિશેષ પદ આપતાં સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતાં પૂજ્ય બા માટે સવિશેષ આદરભાવ, ગૌરવ અને સવિશેષ આનંદ અનુભવતાં સુરત વિહળ પરિવાર દ્વારા સુરત મુકામે પુજ્ય બાનુ અને આદરણીય શ્રી ભયલુબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય અવસરે વિહળ મંડળ સુરત સેવક પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને ભજન,ભોજન સાથે વિહળ મંડળ દ્વારા ભવ્ય સન્માન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ખાસ આ યાદગાર અવસરે સમગ્ર કાર્યક્રમના સુંદર સંકલનની જવાબદારી શ્રી ઘનશ્યામભાઈ,શ્રી રમેશભાઈ, શ્રી અરવિંદભાઈ તથા શ્રી દિનેશભાઇએ તથા વિહળ મંડળની મોટી સંખ્યામાં હાજર ટીમે બજાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.