મુનપુર કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ નજીક આવેલા જીત નમકીન ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાત લીધી અને ઉદ્યોગ સાહસિક પ્રેરણા લીધી
આજરોજ કોલેજ શ્રીમતી સી. આર.ગાર્ડી આર્ટસ્ કૉલેજ મુનપુર ના પ્રિન્સિપાલ શ્રી એમ.કે.મહેતા ના માર્ગદર્શનથી કોલેજમાં ચાલતા ઉદિશા પ્લેસમેન્ટ સેલ અને એન.એસ.એસ. યુનિટ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરણા મળે તે હેતુથી કોલેજના 23 વિદ્યાર્થીઓને નજીકમાં આવેલ જીત નમકીન ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા .ઇન્ડસ્ટ્રીઝ ના માલિક વિમલભાઈ ઠાકર એ સમગ્ર મુલાકાતી સ્ટાફ અને વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહભેર આવકાર્યા હતા.તેમણે ઇન્ડસ્ટ્રી ની શરૂઆત માટે ના તેમના લક્ષ્ય અને આત્મવિશ્વાસ સાથેની અત્યાર સુધીની સફર ના ચઢાવ ઊતર અંગે પોતાના સ્વાનુભવો જણાવી ઉદ્યોગો સામેના પડકારોને કેવી રીતે ઝીલવા કેટલીક મહત્વની સમજ આપી હતી તેમણે જાતે જ સૌને પોતાની ઇન્ડસ્ટ્રીના પ્રોડકશન માટે ઉપયોગી સાધનો નો ઉપયોગ કરવાની રીત દરેક સાધનને ચાલુ કરી દરેક યુનિટ માં કાચા માલ થી સરું કરી તમામ પ્રકારના નાસ્તા કઈ રીતે બને છે અને તૈયાર કરી પેકિંગ અને માર્કેટિંગ વિશે ની કામગીરી અને ઉત્પાદનની વિશેષ વિગતો વિશે પોતાના મશીનરી ના ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ અંગે વિદ્યાર્થીઓને ખૂબ સરળ અને સારી સમજ આપી વિદ્યાર્થીઓને નાના પાયે પણ સ્વાવલંબી બની રહે તેવા વ્યાપાર ધંધા માં આગળ આવવા પ્રેરણા અને પ્રોત્સાહન આપી હતી. તેમજ પોતાના ઓદ્યોગિક સંકુલ માં બનેલ ચા નાસ્તાની પણ સૌને વ્યવસ્થા પૂરી પાડી હતી.
ઉપરોક્ત વિઝીટ માં પ્લેસમેન્ટ સેલના કોર્ડીનેટર પ્રો.ડો મહેજબીન સૈયદ અને એન.એસ.એસ. યુનિટના ઇન્ચાર્જ શ્રી પ્રોફેસર જે .એલ. ખાંટ સાહેબ તેમજ સમાજશાસ્ત્ર વિભાગના બે અધ્યાપક ડો. જી. પી. ઠાકોર અને પ્રોફેસર લક્ષ્મીબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
સર્જિત ડામોર
(કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.