ધંધુકામાં આર.એસ.એસ દ્વારા વિજયાદશમી ઉત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ - At This Time

ધંધુકામાં આર.એસ.એસ દ્વારા વિજયાદશમી ઉત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ


ધંધુકામાં આર એસ એસ દ્વારા વિજયાદશમી ઉત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં આર એસ એસ દ્વારા વિજયાદશમી ઉત્સવની દબદબાભેર ઉજવણી કોલેજ રોડ આવેલ શ્રી ચુડાસમા રાજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવી.

પથસંચાલન, ધ્વજારોહણ, પ્રાર્થના, શારીરિક પ્રાત્યક્ષિક, પરિચય, અમૃત વચન, વૈયક્તિક ગીત, અને અતિથિ શ્રી નું ઉદ્દબોધન, વક્તા શ્રી નો ઉદ્દબોધન, ધ્વજાવતરણ, શસ્ત્ર પૂજન તથા મુખ્ય વક્તાઓના પ્રેરક પ્રવચનો યોજવામાં આવ્યા.

અમદાવાદ જીલ્લાના ધંધુકાના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.) દ્વારા ઉત્સાહભેર વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો આમંત્રીનો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અમદાવાદ જીલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયાદશમી (દશેરા) ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રને સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી ધંધુકા આર.એસ.એસ. દ્વારા યોજાયેલ કાર્યક્રમાં પથસંચાલન, ધ્વજારોહણ, પ્રાર્થના, શારીરિક પ્રાત્યક્ષિક, પરિચય, અમૃત વચન, વૈયક્તિક ગીત, અને અતિથિ શ્રી નું ઉદ્દબોધન, વક્તા શ્રી નો ઉદ્દબોધન, ધ્વજાવતરણ, શસ્ત્ર પૂજન તથા મુખ્ય વક્તાઓના પ્રેરક પ્રવચનો સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પંધુકા શહેરના મુખ્ય માર્ગો ઉપર શિસ્તબદ્ધ અને સંઘના પોશાકમાં વિશાળ પથસંચલન યોજવામાં આવ્યું હતું. પથસંચલનનું બજારોમાં પોળોમાં સર્કલો ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પથસંચલનમાં ધંધુકા શહેર અને ગ્રામ્યના સ્વયંસેવકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. અંત્રેની કોલેજ રોડ શ્રી ચુડાસમા રાજપૂત છાત્રાલય ખાતેથી નીકળી મુખ્યમાગો ઉપર ફરી પથસંચલન બીરલા હાઈસ્કુલ થઈ ને ચાર રસ્તા થી જાગનાથ દરવાજા થઈ ને અંબાપુરા દરવાજા થઈ ને શ્રી ચુડાસમા રાજપૂત છાત્રાલય ખાતે પરત ફર્યું હતું. શ્રી ચુડાસમા રાજપૂત છાત્રાલય ખાતે વિજયા દશમીનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા અમદાવા જીલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર.એસ.એસ.)ના તમામ સ્વયં સેવકો અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક વિશેષતાઓથી સભર આપણા રાષ્ટ્રમાં સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંથ નિરંતર કાર્યરત છે. આ કાર્યને બળ ઉત્સાહ અને સમગ્ર સમાજનો સહયોગ મળે તે માટે યોજાયેલા શ્રી વિજયાદશમી ઉત્સવમાં અતિથિપદે શ્રી શૈલેષભાઈ ચૌહાણ એમ.ડી. ફિઝિશિયન નિરામય હોસ્પિટલ ધંધુકા તથા વકતા પદે શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ સામાજિક સમરસતા સહસંયોજક, (સૌરાષ્ટ્ર પ્રાંત) એ હાજરી આપી પ્રાસંગીક પ્રેરક પ્રવચન કર્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.