લાઠી શ્રી કાનજીભાઈ ઝવેરભાઈ વીરાણી પરિવારે માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને રૂ. ૧૦.૦૦૦૦૦ લાખ નું દાન અર્પણ કર્યું
ભાવનગર નાં ઉમરાળા તાલુકા નાં ટીંબી સ્થિત આરોગ્ય ધામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) નાં સેવા કાર્ય થી પ્રભાવિત લાઠી નાં વતની અને હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા શ્રી કાનજીભાઈ ઝવેરભાઈ વિરાણી એ તેમનાં ટ્રસ્ટ જી. સી. ફાઉન્ડેશન મોરબી દ્વારા રૂા.૧૦.૦૦૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ પુરાનું અનુદાન અર્પણ કરેલ છે. તેઓ શ્રી ઓને ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા અને ટ્રસ્ટી-તુષારભાઈ વિરડિયા દ્વારા સદ્ગુરૂદેવનાં ‘જીવનચરિતામૃત' ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ શ્રીએ આપણી હોસ્પિટલમાં વખતો વખત અનુદાન અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે.હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે શ્રી કાનજીભાઈ ઝવેરભાઈ વિરાણી તથા તેમનાં પરીવારજનો નો હદયપૂર્વક નો આભાર વ્યક્ત કરેલ છે.પરમ્ કૃપાળુ પરમાત્મા અને પૂજય ગુરૂદેવ તેઓશ્રીને નિરામય સ્વાસ્થ્ય, સુખ, સમૃધ્ધિ અને શાંતિ પ્રદાન કરે તેવી હદયનાં ભાવથી પ્રાર્થના....
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
