*જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નો મામલે 9મી ડિસેમ્બરે હિંમતનગર મુકામે સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જિલ્લાના શિક્ષકો પદયાત્રા તથા મહાપંચાયત યોજાઈ*
*જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નો મામલે 9મી ડિસેમ્બરે હિંમતનગર મુકામે સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જિલ્લાના શિક્ષકો પદયાત્રા તથા મહાપંચાયત યોજાઈ*
આજે 9મી ડિસેમ્બરને શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો ત્રણ સ્થળેથી અલગ અલગ પદયાત્રા કરીને પરશુરામ પાર્ક, ટાવર ચોક પાસે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને મહાપંચાયત કરાઈ હતી. સૌ હોદ્દેદારો સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે 01 /04/ 2005 પહેલા નિમાયેલા શિક્ષકોને પેન્શનમાં સમાવવા સહિતના કેટલાક મુદ્દા ઉપર સરકારે સમાધાન કર્યું હતું પણ આજ સુધી તેના ઠરાવ થયા નથી.આ ઉપરાંત 2005 પછી નિમાયેલા તમામને પેન્શનમાં સમાવવા સહિતના અન્ય વર્ષો જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ત્રણ જિલ્લાના તમામ જિલ્લાના શિક્ષકો શનિવારે મોટી સંખ્યામાં બપોરે 3 વાગે પદયાત્રા કરી બગીચા વિસ્તારમાં આવેલા પરશુરામ પાર્ક, ટાવર ચોક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને 4 વાગે ત્રણેય જિલ્લાના શિક્ષકોની મહાપંચાયત યોજીઇ. સમાધાન થયેલ બાબતોના પરિપત્રો અને જૂની પેન્શન સહિતના પ્રશ્નો બાબતે માંગ બુલંદ બનાવવાની રજૂઆત કરવામાં આવી. આમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો આગળની રણનીતિ ઘડવામાં આવશે. સરકારશ્રી દ્વારા શિક્ષકોના પ્રશ્નો નો ઉકેલ નહીં આવે તો આગામી કાર્યક્રમ ગાંધીનગરમાં સમગ્ર રાજ્યના શિક્ષકોની મહાપંચાયત યોજાશે.
ભવદીય ,
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.