ભાજપના બન્ને મહિલા કોર્પોરેટરને કરાશે સસ્પેન્ડ
મનપાએ ખાતાકીય કાર્યવાહી કરવાના ભાગરૂપે ડ્રોનું લિસ્ટ વેબસાઈટ પરથી હટાવી દીધું, નવેસરથી ડ્રોની યાદી બહાર પડાશે વોર્ડ નં.6ના દેવુબેનને ચેરમેન પદેથી રવાના કરી દેવાયા, રિપોર્ટ બાદ આજે પક્ષનું સભ્યપદ પણ છીનવાશે.
ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હક્કના 20 આવાસ ભાજપના કોર્પોરેટર દેવુબેન અને વજીબેનના પતિ મનસુખ જાદવ તથા કવા ગોલતરે પોતાના અને પોતાના કુટુંબના નામે કરી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડ બહાર આવતા સરકાર અને પ્રદેશ ભાજપે આ મામલે આકરા પગલાં લેવાના ભાગરૂપે દેવુબેન અને વજીબેનને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી હોવાનું બહાર આવ્યું છે. વોર્ડ નં. 5ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવે ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હક્કના આવાસ હડપ કરવા માટે ષડ્યંત્ર રચ્યું હતું.જેમાં લાભાર્થીઓની યાદીમાં પોતાના અને પોતાના સગાંવહાલાંઓના નામ નાખીને 20 ફ્લેટ મેળવી લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.