પાલિકાના કર્મીઓની પડતર પ્રશ્નો મામલે ઢોલક – ખંજરી સાથે રામધૂન.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે અનેક કર્મચારી મંડળોએ પડતર પ્રશ્નોના માટે સરકાર સામે બાંયો ચઢાવી છે . 6 મહિનાથી રજૂઆત કરી થાકેલા કર્મીઓએ મંગળવારે પાલિકામાં બેસી ઢોલક - ખંજરી સાથે રામધૂન યોજી પડતર પ્રશ્નોના નિકાલ લાવવા રજૂઆત કરી હતી . આ લડત સતત ચાલુ રહેશે , તેમ કર્મચારી સંગઠનના અગ્રણીએ જણાવ્યું હતું . વડોદરા શહેર 6 મહિનાથી એચઆરએ , છઠ્ઠા પગાર પંચના ભથ્થા , બદલી , 720 દિવસ બાદ કાયમી કરવા સહિતના મુદ્દે પાલિકાના કર્મચારી મંડળ લડત આપી રહ્યું છે . કર્મચારી મંડળે મંગળવારે પાલિકા સંકુલમાં ધરણાં યોજી રામધૂન બોલાવી હતી . બીજી તરફ બુધવારે ગરબા યોજી વિરોધ કરશે , તેમ એસો . પ્રમુખ દેવ મુરારીએ જણાવ્યું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.