જસદણને પીવા અને રવી પાક માટે પાણી પૂરું પાડતું આલણ સાગર તળાવની સપાટી ૨૬ ફૂટે પહોંચી - At This Time

જસદણને પીવા અને રવી પાક માટે પાણી પૂરું પાડતું આલણ સાગર તળાવની સપાટી ૨૬ ફૂટે પહોંચી


જસદણને પીવા અને રવી પાક માટે પાણી પૂરું પાડતું આલણ સાગર તળાવની સપાટી ૨૬ ફૂટે પહોંચી

જસદણ પંથકનાં ગામડાઓમાં અવિરત વરસાદના પગલે જસદણ શહેરને પીવા અને ગામડાઓની ખેતીઓને રવિપાક માટે પાણી પૂરું પાડતું આલણસાગર તળાવમાં આજે પાણીની સપાટી ૨૬ ફૂટે પહોંચી હતી ૩૨ ફૂટે ઓવરફ્લો થતાં આ તળાવમાં પ્રથમવાર નવા નીર આવતાં જસદણના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો અત્રે નોંધનીય છે કે આ તળાવ પ્રજાવત્સલ રાજવી આલાખાચર બાપુએ ઈસ્વીસન ૧૯૦૦ની સાલના ભયંકર દુષ્કાળ વચ્ચે પ્રજાની સુખાકારી માટે બનાવ્યું હતું વર્ષો પછી આજે પણ આ તળાવથી જસદણ સહિત તાલુકાના ગામડાઓના લોકોની તરસ છીપાય રહી છે. અને ખેડૂતોને રવિપાકમાં ઉપયોગી થઇ રહ્યું છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.