સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો !! રાજકોટ જિલ્લામાં 2ના શંકાસ્પદ મોત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. રાજકોટ જીલ્લામા બે અને મોરબી જીલ્લામાં ચાંદીપુરના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં રાજકોટ જિલ્લામાં બન્ને કેસમાં મોત નીપજ્યા છે. આ રોગને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકોને આ વાયરસનું નામ નવું લાગ્યું હશે પરંતુ આ ઘણો જૂનો અને ભારતમાં જ ઉદ્ભવેલો રોગ છે. જો કે એકાએક જ આ વાયરસના કારણે બાળકોના મૃત્યુ થતા માતા – પિતા પણ ચિંતિત બન્યા છે. આ મામલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે દવાનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.
ચાંદીપુરા વાયરસ ફેલાવતો સેન્ડ ફફ્લાય કઈ રીતે જોખમી હોય છે…
આ વાયરસ પાછળ મુખ્ય જવાબદાર સેન્ડ ફ્લાય છે જે કરડવાથી બાળકોમાં આ વાયરસ ફેલાઈ છે. સેન્ડફ્લાઈ તેની ઉત્પતિ માટે 30 થી 70 ઈંડા મુકે છે. સેન્ડફ્લાઈ માખી સામાન્ય માખી કરતા નાની હોય છે તેથી તેને નરી આંખે જોઈ શકાતી નથી.
• સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
• સેન્ડ લાય તેની ઉત્પતિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુત્ર માખી બને છે. આ સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
• ગ્રામ્ય વિસ્તારોના ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.
• સેન્ડ ફૂલાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
• સામાન્ય રીતે ૧૪ વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને આ થવાનું જોખમ રહે છે.
ચાંદીપુરના લક્ષણો શું હોય છે…
• બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.
સેન્ડ ફલાયથી થતાં રોગથી બચવા શું કરવું…
• ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો-તિરાડને પુરાવી દેવી જોઈએ.
• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી.
• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા.
• બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણા-ધૂળમાં રમવા દેવા નહીં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.