જાહેર રસ્તા વચ્ચે ઘાસચારો વેચતા 3 શખ્સ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
રાજકોટમાં જાહેર રસ્તા પર વાહનોને અડચણરૂપ થઇ ગાયના ઘાસચારાનું વેચાણ કરતા 3 લોકો સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘાસચારાનું વેચાણ કરતા રમેશ ખસિયા, કાર્તિક નથવાણી અને ઉમેદ સાવલિયાની સામે IPC કલમ 188 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.