તલોદ તાલુકાના સલાટપુર ખાતે આયુર્વેદ સારવાર નિદાન કેમ્પ યોજાયો
*તલોદ તાલુકાના સલાટપુર ખાતે આયુર્વેદ સારવાર નિદાન કેમ્પ યોજાયો*
*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
તલોદ તાલુકાના સલાટપુર ખાતે નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સલાટપુર તથા ઘડી ખાતે આવેલા સરકારી આયુર્વેદક દવાખાનામાં નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનુ આયોજન કરાયું હતુ. આ કેમ્પમાં પીડિયાટ્રીક દર્દીઓને રોગ અનુસાર વિશેષ સારવાર, ચાર્ટ નિદર્શન અને માર્ગદર્શન તેમજ રોગ અનુસાર પથ્ય, અપથ્યની સમજણ આપીને સારવાર આપવામાં આવી હતી. જેમાં ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સારવાર કેમ્પમાં વૈધ કૃણાલ ચંદાણા (ઇએનટી સર્જન), વૈધ અમિષાબેન ધોલેરીયા (ગાયનેકલ સર્જન), વૈધ હાર્દિક ભટ્ટ, વૈધ રાહુલ દેસાઇ, યોગ ટ્રેનર ૠષભ મૈય સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.