બિનઅધિકૃત વીજ જોડાણ કરવું ગેરકાયદેસર વીજ થાંભલા પરથી વીજચોરી ન કરવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો અનુરોધ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના વીજ ગ્રાહકોને જણાવવાનું કે, જે વીજ થાંભલા પરથી વીજ જોડાણ આપવામાં આવેલા હોય તે સિવાયના PGVCLના વીજ માળખાં/ અન્યના વીજ જોડાણમાંથી પોતાની રીતે અથવા અન્ય કોઈ રીતે બિનઅધિકૃત વીજ જોડાણ કરવું ગેરકાયદેસર છે. આ રીતે બિનઅધિકૃત વીજ જોડાણ કરવાથી વીજ માળખાંમાં કામગીરી કરતા PGVCLના કર્મચારી અને ઠેકેદાર દ્વારા લાઈન બંધ કરેલી હોવા છતાં રીટર્ન પાવર આવવાની શક્યતા રહેલી છે, અને આથી વીજ કર્મચારી/ ઠેકેદારોના માણસોને પ્રાણઘાતક અકસ્માત થઇ શકે છે, ઘણીવાર આ પ્રકારના કિસ્સાઓ બન્યા છે. જેથી ગ્રાહક/આસામી સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર કામ કરનારને જેલની સજા થઇ શકે છે. તેમ અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ, વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.