રાજકોટના કલેકટરે કહ્યું: 100 બેડ સાથેની પોર્ટેબલ હોસ્પિટલ તૈયાર,ઓક્સિજન-મેડિસિનનો જથ્થો ઉપલબ્ધ
2022ની વિદાય પૂર્વે ડિસેમ્બરમાં પાડોશી દેશ ચીનમાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7એ કહેર વરસાવવા સાથે અમેરિકા સહિત 5 દેશમાં અચાનક કેસમાં ઉછાળો આવતાં ફરી કોવિડ ચર્ચાના એરણે ચડ્યો છે ત્યારે રાજકોટમાં કોરોનાના કેસ વકરે એ પહેલા જ તંત્ર દ્વાર સાવચેતી દાખવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે આજે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલ ખાતે કરી સમીક્ષા બેઠક યોજી હતી. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, 100 બેડ સાથેની પોર્ટેબલ હોસ્પિટલ તૈયાર,ઓક્સિજન-મેડિસિનનો જથ્થો ઉપલબ્ધ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.