બોટાદના મસ્તેશ્વર મહાદેવને ફૂલોનો શણગાર
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
આજથી પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થયો છે. શહેરના શિવાલય મંદિરો હર હર મહાદેવ નાંદ થી ગુંજી ઉઠ્યા હતા. બોટાદ શહેરનાં પ્રખ્યાત મસ્તરામજી મહારાજના મંદિરમાં બિરાજમાન મસ્તેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારનાં રોજ દેવોનાં દેવ મહાદેવ ને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરનાં પૂજારી પંકજભાઈ અને સેવક સમુદાય દ્વારા મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.