દિગમ્બર જૈન મંદિર દ્વારા આયોજીત બોટાદના શ્રમવિસ્તારના બાળકોને કેશર કેરી વિતરણ કરવામાં આવી
(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા બોટાદ)
ગુરુદેવકાનજીસ્વામી પ્રેરીત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ આયોજીત પરમ ઉપકરારી કહાન ગુરુદેવશ્રી ની કૃપા આશીષ થી ભીમ અગિયારસ નિમીત્તે શ્રમવિસ્તાર ના બાળ ભગવાન આત્મા ભુલાકા ઓને 200-કિલો કેરી નું વિતરણ કરવામાં આવેલ આશરે લગભગ 750 થી 800 નંગ કેસર કેરીનું ફ્રી માં બાળકો ને વિતરણ કરવામાં આવેલ બોટાદ શહેર ના અલગ અલગ શ્રમ વિસ્તાર જેમકે હસમુખ ફર્નીચર પાછળ ઝુપડા માં, મલ્ટીપ્લેક્ષ સામે, કૃષ્ણ સાગર તળાવ પાસે, તુરખા રોડ, ભાવનગર ફાટક પાસેના આ તમામ ઝુપડા માં રહેતા દરિદ્ર નારાયણ ને ગીર જુનાગઢ ની પ્યોર કેશર કેરીનું વિતરણ દાતાશ્રી કે.જે. જવેલર્સ તથા અન્ય મુમુક્ષુ દાતાશ્રી તરફથી કરેલ અને નાના મોટા સહુના કોઈના ચહેરા ઉપર મીઠી મુસ્કાન લાવવામાં આવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.