એસટી બસપોર્ટમાંથી ગોંડલની મહિલાના દાગીના-રોક્ડ ભરેલ પર્સની ઉઠાંતરી - At This Time

એસટી બસપોર્ટમાંથી ગોંડલની મહિલાના દાગીના-રોક્ડ ભરેલ પર્સની ઉઠાંતરી


એસટી બસપોર્ટમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે બપોરના સમયે ગોંડલની મહિલા ખંભાત જવા માટે બસસ્ટેન્ડમાં બેઠી હતી ત્યારે તેમના પુત્રને વોશરૂમ કરાવવા જવા માટે બાજુમાં બેસેલા શખ્સને રૂા.57 હજારના દાગીના અને રોકડ ભરેલ પર્સ સાચવવા માટે આપ્યા બાદ ગઠીયો તે પર્સની ઉઠાંતરી કરી નાસી છુટયો હતો.
બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ગોંડલમાં માર્કેટીંગ યાર્ડ પાસે મુરલીધર સોસાયટીમાં રહેતા તુલસીબેન મનીષભાઈ બગથરીયા (ઉ.23) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગોંડલમાં બ્યુટીપાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ તા.13-14ના તેમની માસીની પુત્રીના ખંભાત ખાતે લગ્ન હોય જેથી ગઈકાલે તેઓ ગોંડલથી ખંભાત જવા માટે બપોરના સમયે નીકળેલ અને રાજકોટ એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે ઉતરેલ હતા ત્યાંથી બપોરના પોણા બે વાગ્યે ખંભાત જવાની બસ આવવાની હોય જેથી પ્લેટફોર્મ નં.2 પર બેસેલ હતા.
ત્યારે તેમની બાજુમાં એક શખ્સ બેસેલ હતો. દરમ્યાન તેમનો દિકરો રોતો હોય જેથી તેને પાણી પીવડાવવા અને વોશરૂમ કરાવવા જવુ હોય તેમની પાસે રહેલ બેગ જેમાં રહેલ સોનાનો મંગલસૂત્ર રૂા.50000, રોકડા રૂા.2000, સોનાની વીંટી રૂા.5000 મળી કુલ 57000ના મુદામાલ ભરેલ બેગ કોઈ અજાણ્યા શખ્સને સાચવવા માટે આપીને તેણી તેના પુત્રને વોશરૂમ કરાવવા માટે ગઈ હતી.
બાદમાં તે પરત ફરતા તેમને સાચવવા આપેલ બેગવાળો શખ્સ ત્યાં જોવા ન મળતા જેથી ચોરી થયાનું સામે આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.