ઉમરાળા C.H.C.ખાતે તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવવા પ્રબળ માંગ ઉઠી
ઉમરાળા અને તાલુકા સાથે ઘણા વર્ષોથી સરકારનું ઓરમાયુ વર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે ઘણા સમયથી ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે ઓરમાયું વર્તન એટલી હદ સુધી પહોંચી ગયું કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉમરાળા ખાતે કરવી હોય તો એ શક્ય બનતું નથી થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી એમ્બ્યુલન્સ સિહોર ટ્રાન્સફર કરી દેવામાં આવી આ ઉપરાંત સ્થાનિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સને પણ અહીંયાથી રદ્દ કરીને ઉમરાળાના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત પણ બહુ જ ખરાબ છે જેને પણ સુધારો કરવાની તાતી જરૂરિયાત છે તેમજ સ્થાનિક રહીશો તેમજ આજુ બાજુના તાલુકાના નાના ગામડાઓમાં રહેતા લોકોને આરોગ્યને લાગતી સેવા લેવા માટે છેક ભાવનગર સુધી જવા માટે કે અન્ય જગ્યાએ તાત્કાલિક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા ઉપલબ્ધ થતી નથી પરિણામે દર્દી નારાયણને ખૂબ જ તકલીફ પડે છે તેમના સગા સ્નેહીજનોને પણ ખૂબ તકલીફ પડે છે જેથી આરોગ્ય વિભાગની પ્રાથમિક સુવિધાની મહત્વની આ બાબતને તાત્કાલિક ધોરણે અતિ ગંભીરતાથી ધ્યાને લઈને એમ્બ્યુલન્સ સેવાની યોગ્ય વ્યવસ્થા કરવા આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ઉમરાળા માટે અલાયદી એમ્બ્યુલન્સની તાત્કાલિક વ્યવસ્થા 15 દિવસની અંદર નહીં કરવામાં આવે તો પછી આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે 15 દિવસની અંદર જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી તેમજ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની રહેશે..
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.