વિસાવદર તાલુકામાં કથળતી જતી st બસ સુવિધાકન્ડમ અને કિલોમીટર પૂરા થયેલ બસહજુ રોડ ઉપર - At This Time

વિસાવદર તાલુકામાં કથળતી જતી st બસ સુવિધાકન્ડમ અને કિલોમીટર પૂરા થયેલ બસહજુ રોડ ઉપર


વિસાવદર તાલુકામાં કથળતી જતી st બસ સુવિધાકન્ડમ અને કિલોમીટર પૂરા થયેલ બસહજુ રોડ ઉપર
વિસાવદરરાજ્ય સરકાર એસટી બસમાં લોકોની સુવિધા માટે લાખો રૂપિયા ફાળવેછે અને નવી બસો ફાળવેછે ત્યારે વિસાવદર જૂનાગઢ રૂટ ઉપર હજુપણ કન્ડમ એસટી બસો દોડાવવા મા આવીરહીછે તે તસ્વીર મા જોઈ શકોછો
વિસાવદર તાલુકામાં હાલ st સુવિધા કથળતી જાઈ છે. તાલુકાના ઘણા ગામડામાં હાલ st બસ જતી પણ નથી. તો અમુક st બસની હાલત પણ ભંગાર જેવી છે. જેમાં તૂટેલી સીટો વગેરે પ્રશ્ન છે. તો બીજી તરફ st અને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરીના ભાવો પણ વધતા જાય છે. છતાં લોકો સરકારી st બસનો ઉપયોગ કરે છે. પણ, હાલ વિસાવદર તાલુકાની અમુક બસો લોકો માટે મુસાફરી કરવા યોગ્ય નથી. તેમજ, બસમાં અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહેલી છે. તો, હાલના વિસાવદર તાલુકા તંત્રએ આ બાબતને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવી જોઈએ. તથા ઘણા સમયથી st ડેપોનું કામ ગોકળ ગાયની ગતિ થી ચાલી રહીયુ છે, તે, પણ ઝડપી પૂરું થાય.તેવી લોકમાંગણી ઉઠી રહી છે. અને જે છેવાડાના ગામડાઓ છે. ત્યાં સુધી st બસ સેવાનો લાભ મળી રહે તેવી લોક ચર્ચા હાલ થઇ રહી છે.

રિપોર્ટ સ્યામ ચાવડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.