રાજકોટમાં એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, 7.21 લાખની મત્તા જપ્ત
માધાપર ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ પર પોલીસે કારને આંતરી પકડી લીધો
રાજકોટમાં છાશવારે માદક પદાર્થનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મંગળવારે સવારે માધાપર ચોકડી નજીકથી પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ગોવિંદપરા ગામના ઇસમને એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજકોટમાં તે ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસે પકડી લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.