માળીયા હાટીના સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખનું નિધન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા
2 દીકરીએ પિતાને કાંધ આપી અંતિમ સંસ્કારના દ્રશ્યો જોઇ રડી
વેપારીઓએ સ્વૈચ્છીક વેપાર રોજગાર બંધ રાખી અંતિમ યાત્રામાં જોડાયા હતા
માળીયા હાટીના સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ , માળીયા હાટીના લોહાણા સમાજના પૂર્વ ટ્રસ્ટી અને સેવાના ભેખધારી, સામાજિક અગ્રણી,લાગણી શીલ અને ધાર્મિક રાડુભાઈ છગનલાલ ( ગુણવંતરાય રૂપારેલીયા ) નું અવસાન થતાં માળીયા હાટીના પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. 75 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા ઉત્સાહથી ભરેલા સેવાની સફળ સુકાની અને જે કોરોનાની મહામારીના રાત દિવસ ખુબજ સારી સેવા આપી હતી જ્યારે રાડુભાઈ રૂપારેલીયા ને ભાવભીની વિદાય આપતાં તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. રાડુભાઈ રૂપારેલીયા નાનપણથી સેવાઓ શરૂ કરવામાં પાયાની ભૂમિકા ભજવનાર જનસેવક અને ગરીબ દુખીયા લોકોને આર્થિક, દવા, બાળકોને શિક્ષણ ક્ષેત્રે પણ મદદ કરતા એક વ્યક્તિમાં હરતી-ફરતી સંસ્થાઓનું સાક્ષાત્કાર એવા રાડુભાઈ રૂપારેલીયા
ની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.
આ અંતિમ યાત્રામાં માળીયા હાટીના તાલુકાના વેપારીઓ, ગ્રામજનો, સેવાભાવી સંસ્થાના આગેવાનો, રાજીકીયઓ , સામાજીક સંસ્થાના આગેવાનો કાર્યોકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.