વડોદરા: કોર્પોરેશનની દલા તરવાડી જેવી નીતિ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બિલ્ડરને ફાયદો: કોર્પોરેશનને માત્ર રૂ.6.75 કરોડ મળશે - At This Time

વડોદરા: કોર્પોરેશનની દલા તરવાડી જેવી નીતિ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બિલ્ડરને ફાયદો: કોર્પોરેશનને માત્ર રૂ.6.75 કરોડ મળશે


- સ્થાયી સમિતિએ લાભાર્થીઓને સપ્ટેમ્બર મહિનાથી બિલ્ડર ભાડુ ચૂકવશેના ઠરાવમાં સમગ્ર સભાએ બિલ્ડરને ભાડુ ચૂકવવામાં છ મહિનાની માફી આપતા વિવાદવડોદરા,તા.23 જુન 2022,ગુરૂવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાંદલજા સહકાર નગર ખાતે લોકભાગીદારીથી પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2016 થી અમલમાં મૂકવામાં આવી હતી તે આજ દિન શરૂ નહીં થતાં ભાડાની રકમ ચૂકવવાના મુદ્દે તેમજ જમીનની કિંમત નક્કી કરવા અંગે મળેલી કમિટી ની માહિતી રજુ કરતી દરખાસ્ત ને સમગ્ર સભા એ ગઈકાલે મંજૂરી આપતો ઠરાવ કર્યો હતો હાલમાં સહકાર નગરની જમીનની કિંમત અને જૂની હાઉસિંગ ની સ્કીમ નોડીપીઆર રદ કરવાની કાર્યવાહી રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એટલુજ નહીં બિલ્ડરને વધુ છ મહિનાનું ભાડું માફ કરી આપી રૂ. 1.71કરોડ નો વધુ ફાયદો કરી આપ્યો છે ત્યારે વડોદરા કોર્પોરેશનદ્વારા લાભાર્થીઓને રૂ.8.86 કરોડનું ભાડું ચુકવ્યું છે જેથી રૂ 15.61 કરોડ ના પ્રીમિયમ ના બદલે હવે માત્ર રૂ. 6.75કરોડ જ કોર્પોરેશનને મળશેતેમ છતાં સમગ્ર સભા એ બહુમતીના જોરે દરખાસ્ત મંજૂર કરતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાંદલજા સહકાર નગર વસાહતને તોડીને અગાઉ ગરીબોની આવાસ યોજના મૂકવામાં આવી હતી જેનો ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પણ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે જમીન પર તલાવડી હોવાના મુદ્દે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને આખરે હાઈકોર્ટે પણ આ તલાવડી ની જમીન ખુલ્લી રાખવા આદેશ આપ્યો હતો.દરમિયાનમાં કોર્પોરેશનને ગરીબોની આવાસ યોજના ની સ્કીમ રદ કરી લોકભાગીદારીથી જમીન બિલ્ડરને પધરાવી દીધી હતી જેમાં માત્ર રૂ.15. 61 કરોડનું પ્રિમિયમ નક્કી કરવામાં આવ્યું હતું.વર્ષ 2016માં આ સ્કીમ મંજૂર કરવામાં આવી હતી જે આજદિન સુધી પૂર્ણ થઇ નથી અને છેલ્લા છ વર્ષથી કોર્પોરેશન અને બિલ્ડર વચ્ચે ના વિવાદને લીધે ગરીબોને ભાડું ચૂકવવાના મુદ્દે પણ અવારનવાર હોબાળો થતો રહેતો હતો.આ સહકાર નગર ના મુદ્દે તાજેતરમાં સ્થાયી સમિતિમાં મ્યુનિસિપલ કમિશનરે સહકાર નગરની સમગ્ર માહિતી સાથે અને જમીનની કિંમત રાજ્ય સરકારની કમિટી માં નક્કી થયા બાદ રાજ્ય સરકાર માં મોકલવાનું દરખાસ્તમાં જણાવ્યું હતું સાથે સાથે જૂનો ગરીબોની આવાસ યોજનાનો જે ડીપીઆર મંજૂર થયેલો છે એને પણ રાજ્ય સરકારમાં રદ કર્યા ની મંજૂરી લેવાની બાકી છે એ કાર્યવાહી કરવા પણ દરખાસ્તમાં જણાવ્યું હતું. સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં ગરીબ 1,428 લાભાર્થીઓને ભાડુ ચૂકવવાના મુદ્દા અંગે પણ કમિશનરે આગળની કાર્યવાહી કરવા માર્ગદર્શન માગ્યું હતું.અત્રે યાદ આપવું જરૂરી છે કે સહકાર નગરના વિવાદમાં કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને 25 માસ નું રૂ. 7.15 કરોડનું ભાડું ચૂકવી દેવામાં આવ્યું હતું જ્યારે બિલ્ડર દ્વારા 23 માસ નું રૂ. 6.56કરોડ નું ભાડું ચૂકવવામાં આવ્યું હતું.આ ભાડાના વિવાદ અંગે સ્થાયી સમિતિએ સપ્ટેમ્બર માસથી બિલ્ડર cube construction ભાડુ ચૂકવશે તેઓ ઠરાવ કર્યો હતો. આ ઠરાવ બાદ ગઈકાલે મળેલી કોર્પોરેશનની સમગ્ર સભા માં સ્થાયી સમિતિ એ મંજુર કરેલ સહકાર નગર વિશેની દરખાસ્ત ને આખરી મંજૂરી આપી હતી પરંતુ સ્થાયી સમિતિએ જે સપ્ટેમ્બરથી બિલ્ડર ભાડું ચૂકવવું પડશે તેવો ઠરાવ કર્યો હતો તેના બદલે સમગ્ર સભા એ બિલ્ડરોને ફાયદો થાય તે રીતે બિલ્ડર cube construction જાન્યુઆરી 2022 થી લાભાર્થીઓને ભાડું ચૂકવવાની શરૂઆત કરશે તેવો ઠરાવ કર્યો છે જેથી બિલ્ડરને વધારાની જમીન આપી ને કરોડો રૂપિયાનો ફાયદો કરી આપ્યો છે એટલું જ નહીં હવે ભાડાના મુદ્દે પણ સ્થાયી સમિતિએ કરેલા ઠરાવ માં ફેરફાર કરી સમગ્ર સભા એ બિલ્ડરને વધુ છ મહિના નું ભાડું નહીં ચૂકવી તે રકમ વડોદરા કોર્પોરેશન ચૂકવશે તેવું નક્કી કરી બિલ્ડરને રૂ.1.71 કરોડનો વધારાનો ફાયદો કરી આપ્યો છે.આમ સહકાર નગર માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 15.61કરોડનું પ્રીમિયમ મળવાને પાત્ર હતું તેના બદલે કોર્પોરેશને રૂ 8.86 કરોડ નું ભાડું લાભાર્થીઓને ચૂકવવાનો વારો આવ્યો છે જેથી કોર્પોરેશનને માત્ર રૂ.6.75કરોડનું પ્રીમિયમ કોર્પોરેશનને પ્રાપ્ત થશે જેથી કોર્પોરેશનની સમગ્ર સભા એ કરેલા ઠરાવથી ફરી એકવાર સહકાર નગર ના મુદ્દે વિવાદ સર્જાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.