જાયન્ટ્સ મોડાસા તેમજ વરદાન હોસ્પિટલ મોડાસા સંયુક્ત અમદાવાદની એચસીસી હોસ્પિટલના સહયોગથી ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જાયન્ટ્સ મોડાસા તેમજ વરદાન હોસ્પિટલ મોડાસા સંયુક્ત અમદાવાદની પ્રતિષ્ઠિત એચસીસી હોસ્પિટલ ની ડોક્ટર ટીમના સહયોગથી ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદની પ્રતિષ્ઠિત એચસીસી હોસ્પિટલ ના ડૉ. સત્યવાન પટેલ મેનેજિંગ ડિરેક્ટર,ડૉ. નિસર્ગ શાહ ઓર્થોપેડિક સર્જન તેમજ ડૉ. ઉમંગ પટેલ સ્પાઇન સર્જન અનુભવી ડોક્ટર ટીમ દ્વારા મોડાસામાં ડૉ. દિવ્યાંગ પટેલની વરદાન હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ મોડાસા દ્વારા સફળ ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોડાસા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘૂંટણ, થાપા તેમજ કમરના દુખાવાના દર્દીઓએ લાભ લીધો હતો તેમાં દર્દીને સામાન્ય ફી લઈ તેમને યોગ્ય ટ્રીટમેન્ટ માટેની દવા અને માર્ગદર્શન પૂરું પાડવામાં હતી
આ કેમ્પ માં જરૂરીયાત મંદ દર્દીઓને પહોંચાડવા અને કેમ્પ ને સફળ બનાવવા વરદાન હોસ્પિટલની ટીમ તેમજ જાયન્ટ્સ મોડાસા પરિવાર ના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, નિલેશ જોષી, પ્રવીણ પરમાર, ડૉ સત્યવાન પટેલ મેડિકલ ડાયરેક્ટર પ્રદીપભાઈ ખંભોળજા મિડિયા ડાયરેક્ટર વિનોદ ભાવસાર સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ ઝોન -1 ડિસ્ટ્રીકટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ તેમજ જાયન્ટ્સ મોડાસા પરિવારના મિત્રો સહિયર બહેનો હાજર રહી કેમ્પને સફળ બનાવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.