રાજકોટના બે શોરૂમમાં ટાઇટન, ફાસ્ટ્રેક અને સોનાટા કંપનીનની ડુપ્લીકેટ વોચ-વોલેટ ઝડપાયા, 830 ડાઈ જપ્ત
શહેરના કરણપરા વિસ્તારમાં બે શોરૂમમાં ટાઇટન કંપનીની પ્રોડકટ ફાસ્ટ્રેકના ભળતા નામ સાથેના પાકીટ અને ડાઇ વેચનાર બે શોરૂમ માલિક સામે કોપીરાઇટ એકટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.કંપનીના અધિકારીએ પોલીસને સાથે રાખી શો રૂમમાં તપાસ કરતા તેમાંથી ફાસ્ટ્રેકના ભળતા નામવાળા 220 પાકીટ અને 830 ડાઇ મળી આવી હતી.
ન્યુ દિલ્હી સેકટર-19 બી માં રહેતા ગૌરવભાઇ શ્યામનારાયણભાઇ તીવારી (ઉ.વ.37) એ રાજકોટ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રશાંત પ્રહલાદભાઇ સોનૈયા અને જેરામ તુલશીભાઇ સોનૈયા સામે ફરીયાદ નોંધાવી છે પોતે નવી દિલ્હીમાં ભાગીદારીમાં ઓફીસ ધરાવે છે. તા.16.08.2022 થી ટાઇટન કંપની લીમીટેડ તરફથી ટાઇટન કંપનીની ઘડીયાળો, તેની ડાઇ, ચશ્મા તથા ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક વોલેટ, સોનાટા બ્રાન્ડ માર્કાનું કોઇ શખ્સ ડુપ્લીકેટ બનાવતો કે રાખતો કે વેંચતો હોઇ તેવા શખ્સો સામે પોલીસની મદદ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ટાઇટન કંપની તરફથી કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.