મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે જેઠ સુદ પૂનમને શુક્રવારના રોજ વટ સાવિત્રી વ્રત નિમિત્તે ગણપતિજી,બ્રહ્માજી ,સત્યવાન,સાવિત્રીજી નું ભક્તિભાવથી પૂજન અર્ચન કરી વડદાદાને સુતર વીંટી પ્રદક્ષિણાઓ કરી હતી.
શ્રી ભરતભાઈ એ.પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવેલ હતી. ગામ ની અનેક સ્ત્રીઓએ આ વ્રત કર્યું હતું તેથી વટ સાવિત્રી વ્રતની વાર્તા સાંભળી પોતાના પતિ નાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.થાળ અને આરતિ કરી પ્રસાદ ગ્રહણ કરી સૌ બહેનોએ વ્રત સમાપ્ત કર્યું હતું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.