રાજુલા તાલુકાનાં ચાંચબંદર ખાતે જીએચસીએલ ફાઉન્ડેશન અને આઇ.સી.ડી.એસ-રાજુલાનાં સંયુકત ઉપક્રમે “બાલક પાલક સર્જન” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
રાજુલા તાલુકાનાં ચાંચબંદર ખાતે જીએચસીએલ ફાઉન્ડેશન અને આઇ.સી.ડી.એસ-રાજુલાનાં સંયુકત ઉપક્રમે “બાલક પાલક સર્જન” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા પોતાની ઔધ્યોગીક સામાજીક જવાબદારી અંતર્ગત છેલ્લા સાત વર્ષથી પૂર્વ પાથમિક શિક્ષણ સંવર્ધન માટે સ્વદીપ એજ્યુકેશન ટ્રસ્ટનાં સહયોગથી વિધ્યાજ્યોત કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યુ છે. જેમા, સી.એસ.આર કાર્ય વિસ્તારની ૨૦ જેટલી આંગણવાડીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિકાસ માટે અનૌપચારીક શિક્ષણ તેમજ જ્ઞાન સાથે ગમમત ભરી વિવિધ પ્રવૃતીનાં આધારે આંગણવાડીનાં ૦૩ થી ૦૬ વર્ષનાં બાળકોનાં માનસિક, શારિરિક, બૌધ્ધિક અને સામાજીક વિકાસ કરવા સરકારશ્રીનાં આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકલીત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ સદર્ભે સરકારશ્રીનાં આદેશ મુજબ મહીલા અને બાળ વિકાસ તથા આઇ.સી.ડી.એસ દ્રારા આંગણવાડીમાં ચલાવવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં બહોળા પ્રચાર-પ્રસાર અને વાલી જાગૃતી માટે ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન રાજુલા તાલુકાનાં ચાંચબંદર ખાતે કરવામાં આવ્યુ હતુ. આજના કાર્યક્રમમાં બાળ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમા બાળકોનાં જન્મ દિવસની ઉજવણી કેક કાપી ને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય ભારતની આવતી કાલ એવા આંગણવાડીનાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, વાલીઓમાં જાગરૂકતા આવે, ગ્રામ્ય સમુદાય આંગણવાડીમાં ચાલતી વિવિધ પ્રવૃતીમાં સહભાગી બને તેમજ તેમના બાળકોને નિયમીત રીતે આંગણવાડીમાં મોકલે તેવો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા મુખ્ય સેવિકા બહેનશ્રી કિર્તિબેન અમરેલીયા, સ્વદિપ સંસ્થા માંથી શૈલેજા દેસાઇ, વિજયભાઇ, વૈશાલીબેન બાખલકીયા અને નમ્રતા સાંખટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બહોળી સંખ્યામાં વાલીઓ સહભાગી થયા હતા. આ કાર્યક્રમ માટે આંગણવાડી કાર્યકર બહેનો મંજુબેન, આરતીબેન, કુસુમબેન, ગીતાબેન તેમજ ભાવનાબેન અને તમામ હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવેલી.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.