યાજ્ઞિક રોડ પર રમકડાના વેપારી પર પાઇપ વડે બે શખ્સનો હુમલો - At This Time

યાજ્ઞિક રોડ પર રમકડાના વેપારી પર પાઇપ વડે બે શખ્સનો હુમલો


અકસ્માતના પ્રશ્ને સમજાવવા જતા યુવકને મારમાર્યો.

શહેરમાં જાગનાથમાં એમ્પાયર એપાર્ટમેન્ટમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર રમકડાની દુકાન ચલાવતા વેપારી પર બે અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કરી નાસી જતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા મથામણ કરી હતી. પાેલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જાગનાથમાં રહેતા જનકભાઇ નવનિતરાય ઓંધીયાએ ફરીયાદ કરી હતી જેમા જેને જણાવ્યું હતું કે તે યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પલેકસમાં ઉત્તમ ટોયઝ નામની દુકાન ચલાવતા હોય તા.27ના રોજ રાત્રીના દુકાન બંધ કરી તેની કાર પાસે જઇને દરવાજો ખોલી દુકાનની ચાવી અને પર્સ તેમાં રાખી બહાર નીકળતા એક્સેસમાં ધસી આવેલા બે અજાણ્યા શખસોએ પાઇપ વડે હુમલો કરતા દેકારો થતા બન્ને નાસી ગયા હતા. જનકભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.