બરવાળા પોલીસે ખાંભડા ગામની નદિમા ફસાયેલા બે યુવાનો નું રેસ્કયુ કરી બચાવ્યો જીવ - At This Time

બરવાળા પોલીસે ખાંભડા ગામની નદિમા ફસાયેલા બે યુવાનો નું રેસ્કયુ કરી બચાવ્યો જીવ


(ચિંતન વાગડીયા દ્વારા)
બરવાળા પોલીસની સાહસનીય કામગીરી સામે આવી રાત્રીના ૯ કલાક આસપાસ બે યુવકો બાઈક લઈને ખાંભડા ગામથી વાડી વિસ્તારમાં જતા કોઝવે પર બાઈક સ્લીપ થતાં બને યુવાનો નદિમા થયા હતા ગરકાવ. મોહન દલસુખ ભીલ અને નિતીન ઈશ્વર ભીલ નામના યુવકો પાણીમાં ફસાયા હતા. બરવાળા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા અને બરવાળા પોલીસના 4 જવાનોએ અંધારામાં પોતાના જીવના જોખમે ઘસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવીને ફસાયેલા બંને યુવાનોનું કર્યુ રેસ્કયુ. શક્તિસિંહ ગોહિલ, રાજભા ગોહિલ, પ્રકાશભાઈ દેસાઈ, અગુભાઈ આબલીયાએ યુવાનોનું કર્યુ હતું રેસ્કયુ. ઘટનાની જાણ થતાં બરવાળા પ્રાંત અધિકારી અને મામલતદાર સ્થળ પર હાજર રહ્યા હતા. પાણીમાં યુવકો ફસાયા ની ઘટનાની જાણ થતાં લોકોના ટોળા થયા એકત્રિત.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.