ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ દિવ્ય શકોત્સવ યોજાયો.
ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ દિવ્ય શકોત્સવ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ નિમિત્તે દિવ્ય શાકોત્સવ યોજવામાં આવ્યો હતો.
પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈ શ તોજ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે.
આજ રોજ ધંધુકાની ભાદર નદી કાંઠે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શાળા ના બાપુ સ્વામી તેમજ શિક્ષક ગણ ના અધ્યક્ષ સ્થાને આજ રોજ ધોરણ 10 અને 12 નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.. જેમાં શાળા ના તમામ ગુરૂ ગણ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન ડો. રઘુવીરસિંહ ચુડાસમાએ તેમજ ધોરણ 10 અને 12 ના વિધાર્થી અને શિક્ષકોના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 ના વિધાર્થી મિત્રો દ્વારા વિદાય ગીત અને આખા વર્ષ ની કામગીરી ને બિરદાવી હતી..
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિક્ષક ગણ તેમજ આચાર્ય શ્રી એ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી. ધંધુકા ના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના બાપુ સ્વામીએ આજના દિન પ્રસંગે ભાવભરી વિદાય આપી હતી. અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને શાકોત્સવ યોજાયો. જેમાં એક હજાર જેટલા વિધાર્થીઓ, વાલીઓ અને હરિભકતો જોડાયા હતા. આ પ્રસંગે સંસ્થાના વડા પૂજ્ય બાપુ સ્વામી ધોલેરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી કષ્ટભંજન દેવ મંદિરના પ્રકાશ સ્વામી, ધંધુકા સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ સ્વામી સંસ્થાના ચેરમેન શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ,શ્રી ગંભીરસિંહ ચુડાસમા રોજકા હરિભક્તો એસ એમ પટેલ નારાયણભાઈ પટેલ જુદા જુદા ગામથી હરિભક્તો પણ શાકોત્સવમાં જોડાયા હતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવાની સાથે સાથે વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ સેવા અને સંસ્કારના ગુણો પ્રસરે એવા આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમનો સંકલન ડો.રઘુવીરસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.