શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય શિવ મહાપુરાણ કથા ની કેન્દ્રીય મંત્રી રૂપાલા ની ઉપસ્થિતિ માં પૂર્ણાહુતિ ઉદારદિલ દાતા પરિવાર ના સહયોગ થી અવિરત ચાલતા નેત્રરક્ષા અભિયાન ની સરાહના કરતા અગ્રણી
શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય શિવ મહાપુરાણ કથા ની કેન્દ્રીય મંત્રી રૂપાલા ની ઉપસ્થિતિ માં પૂર્ણાહુતિ
ઉદારદિલ દાતા પરિવાર ના સહયોગ થી અવિરત ચાલતા નેત્રરક્ષા અભિયાન ની સરાહના કરતા અગ્રણી
અમરેલી જિલ્લાનું લીલીયા તાલુકા નું મીની સોમનાથ તરીકે પ્રખ્યાત ધાર્મિક પર્યટન સ્થળ શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય શિવ મહાપુરાણ કથા ની કેન્દ્રીય મંત્રી રૂપાલા ની ઉપસ્થિતિ માં પૂર્ણાહુતિ
શ્રી અંટાળીયા મહાદેવ અને રામજી મંદિર ટ્રસ્ટ આયોજિત શાસ્ત્રીજી દીપેશ પંડયા ના વ્યાસાસને યોજાયેલ ત્રિદિવસીય શિવ મહાપુરણ કથા ના વિરામ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રૂપાલા એ
મંદિર પરિસર માં નેત્રરક્ષા અભિયાન ની મુહિમ ને બિરદાવી ચક્ષુ તપાસ કરાવી હતી સુરત લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ અને લોકદ્રષ્ટી ચક્ષુબેંક અંધત્વ નિવારણ સહિત ઉદારદિલ દાતા પરિવારો ના સહયોગ થી પ્રારંભ થઇ સૌરાષ્ટ્ર ના લાઠી લીલીયા વિસ્તાર આ પહોંચેલ અવિરત ચાલતા નેત્રરક્ષા અભિયાન પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શિવમહાપુરણ કથા નિમિત્તે સમારોહના અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા એ શિવ મહિમા વિશે વિશેષ વર્ણન કર્યું હતું ધાર્મિક વાતાવરણ પ્રસરી ગયું હતું મંદિરના મહંત દશરથજી મહારાજ મુખ્ય મહેમાન જયંતિભાઈ બાબરીયા (જે એકલારા ગ્રુપ) ભામાશા ધનજીભાઈ રાખોલીયા (મીનાક્ષી ડાયમંડ )અને જેમાં ફ્રી નેત્ર યજ્ઞ પ્રારંભના ઉદ્ઘાટક તરીકે સાંસદ નારણભાઈ કાછડીયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ધારા સભ્ય જનકભાઈ તળાવીયા વિપુલભાઈ દુધાત જીતુભાઈ ડેર નવ નિયુક્ત ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા વગેરે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.દર માસ ના રવિવારે યોજાતા ફ્રી નિદાન કેમ્પ ના નેત્રયજ્ઞ ના દાતા જયંતીભાઈ બાબરીયા અને ધનજીભાઈ રાખોલીયા ની ઉદારતા એ માનવતા ના સુંદર કાર્યો ની સરાહના સાથે મંદિરના ટ્રસ્ટ પ્રમુખ નાનુભાઈ વેકરીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું શિવકથા કમિટી અને સ્વંયમ સેવક ટીમ ને બિરદાવી સન્માન કરાયું હતું કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબને શિવ મહાપુરાણ ગ્રંથ ભેટ થી સન્માનિત કરવામાં આવ્યા પધારેલ અનેકો મહેમાનોનું મોમેન્ટ સાદર પુષ્પગુંચ થી સ્વાગત કરવામાં આવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.