વાગરા: કંસાઈ નેરોલેક કંપની દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ અરગામાં નવી વસાહત ખાતે પેવર બ્લોક લગાવાયા
વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોગ્રામના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે. સાથેજ નજીકના ગામોમાં પણ વિવિધ કલ્યાણ માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે. જે પૈકી વાગરા તાલુકાના અરગામાં નવી વસાહત ખાતે 2.60 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી. આજરોજ આ પેવરબ્લોક માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કંસાઈ નેરોલેક કંપનીના પ્રોડક્શન ઓફિસર મિત ભાલોડિયા, કેતન ગડવાના તેમજ રઘુવીર રાણાના હસ્તે રીબીન કાપી નવનિર્માણ પામેલ પેવરબ્લોક માર્ગને સ્થાનિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગામના સરપંચ સહિત સ્થાનિકોએ કંપની સંચાલકોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
નોંધનીય છે, કે સાયખાની કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે પ્રજા હિતમાં વિકાસના વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. અનેક જગ્યાએ બાગ-બગીચા, વોકવે, પાણીની ટાંકી, લોખંડનો શેડ, વોટરપૃફિંગની કામગીરી, પેઇન્ટિંગ, શૈક્ષણિક કીટ વિતરણ સહિતના અનેક ઉત્તમ કાર્યો કરવામાં આવતા હોય છે. અરગામાં ખાતે યોજાયેલ આજના આ લોકાર્પણ પ્રસંગે કંસાઈ નેરોલેક કંપનીના HR મેનેજર-પ્રણવ પારેખ, CSO-પરેશ પટેલ, પ્રોડક્શન સેક્શન ઇન્ચાર્જ-રઘુવીર રાણા, પ્રોડક્શન ઓફિસર-મિત ભાલોડિયા, પ્રોડક્શન ઓફિસર કેતન ગડવાના સહિત અરગામાં ગામના સરપંચ ઐયુબભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
